
તા.૧૨/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ખાંટ રાજપૂત સમાજ દ્વારા રૂપાલા વિરુદ્ધ જેતપુર સહિત જૂનાગઢ, પોરબંદર, સુરત, કેશોદ,વિસાવદર, મેદરડા સહિતના શહેરોમાં આવેદનપત્રો આપી વિરોધ નોંધાવ્યો…
Rajkot, Jetpur: રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા સમસ્ત ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરેલ જેમને લઈને સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ દ્વારા પણ રૂપાલાના ટિપ્પણી સખત શબ્દોમાં વખોડી રોષની લાગણી વ્યક્ત કરી હતી, પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયો દ્વારા ઠેરઠેર આંદોલન તેમજ વિરોધ કરવામાં આવી રહ્યો છે
ત્યારે ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ પણ સમસ્ત ક્ષત્રિય સમાજ સાથે ખભે ખભો મિલાવીને રૂપાલાના વિરુદ્ધ આજ રોજ જેતપુર મામલતદાર કચેરી ખાતે પરસોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવામાં આવે તેવી માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, પુરસોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ દ્વારા જેતપુર, જુનાગઢ, કેશોદ, વિસાવદર, મેદરડા, સુરત, પોરબંદર સહિતના અલગ અલગ શહેરોમાં એક સાથે પ્રાંત અધિકારીઓને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા,અને ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ દ્વારા માંગ કરવામાં આવી જો પરસોત્તમ રૂપાલા ની ટીકીટ રદ નહિ થાય તો ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની ચીમકી ઉચ્ચારી હતી તેમજ ખાંટ રાજપૂત સમાજના યુવાનોએ રૂપાલાની ટીકીટ રદ કરો ના નારા લગાવ્યા હતા.