
તા.૨૨/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખાતે સુરક્ષા સેતુ સોસાયટી, ગવર્નિંગ કાઉન્સીલની વાર્ષીક મિટિંગ રેન્જ આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવના અધ્યક્ષસ્થાને અને પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંઘ રાઠોડની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઇ હતી.
રેન્જ આઇ.જી.પી.શ્રીને આગમન સમયે પોલીસ બેન્ડની સુરાવલી સાથે જવાનોએ ગાર્ડ ઓફ ઓનર પેશ કર્યું હતું. પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંઘ રાઠોડે ફૂલનો બુકે આપી રેન્જ આઇ.જી.પી.શ્રીનું સ્વાગત કર્યું હતું.
આ બેઠકમાં પી.પી.ટી.ના માધ્યમથી સુરક્ષા સેતુની વર્ષભરની કામગીરીની માહિતી રજૂ કરાઇ હતી. જેમાં મહિલાઓના સશકિતકરણ માટે મહિલાઓને સ્વરક્ષણ અને તીરંદાજીની તાલીમ, સુરક્ષા સેતુ રથ કાર્યક્રમો, સ્ટુડન્ટ પોલીસ કેડેટસ યોજના, બુટલેગર મહિલાઓના પુન:વસન તથા ટ્રાફિક નિયમન પ્રોગ્રામ, સાઇબર ક્રાઇમમાં લોક જાગૃતિ વગેરેનો સમાવેશ થાય છે. રેન્જ આઇ.જી.પી.શ્રીએ સુરક્ષા સેતુ અંતર્ગત આ તમામ કામગીરીનું બારીકાઇભર્યું મુલ્યાંકન કરીને જરૂરી સુચનો કર્યા હતા.
આ બેઠકમાં સમિતિના સભ્ય સર્વશ્રી પ્રદીપભાઈ વસોયા, પંકજભાઈ દેવશંકર ચાઉં, મીનાક્ષીબેન સોજીત્રા, ભાનુબેન લાભુભાઈ, સુરક્ષા સેતુ સોસાયટી તથા સ્ટુડન્ટ પોલીસ કેડેટસ (spc)ના નોડલ અધિકારી તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.એસ. રત્નુ, વિવિધ વિભાગના અધિકારીઓ સર્વશ્રી કેતન ચાવડા, હરસુખ સંતોકી, ડી. એમ. પટેલ વગેરે ઉપસ્થિત રહયા હતા.