હાલોલ:હજરત બાદશાહ બાબાની દરગાહ ખાતે રમજાન ઈદની પર્વને લઈને યોજાયેલા ત્રણ દિવસીય બાદશાહી ઇદ આનંદ મેળાનુ સમાપન

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૪.૪.૨૦૨૪
મુસ્લિમોના પવિત્ર તહેવાર એવા રમઝાન માસનુ શાંતિપુર્ણ રીતે સમાપન થયુ હતુ.મુસ્લિમ બિરાદરો દ્વારા વિષેશ નમાજ અદા કરવામા આવી હતી.ઈદને લઈને હાલોલ શહેરના પાવાગઢ રોડ પર આવેલી અને ખુબજ જાણીતા એવા હઝરત બાદશાહ બાબાની દરગાહ ખાતે ત્રણ દિવસીય બાદશાહી ઇદ આણંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ.આ આનંદ મેળામાં બાળકોના મનગમતા વિવિધ ચકડોળોમા બેસીને બાળકોએ આનંદ માણ્યો હતો.ઈદની ખુશીમાં લોકો મન મૂકીને બાદશાહી ઈદ આણંદ મેળાનો લાભ લીધો હતો.ત્રણ દિવસીય આ ઈદ મેળાનું ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ.આ ઈદ મેળામાં હાલોલ નગર સહિત આજુબાજુના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટયા હતા અને ઈદ મેળાનો લાભ લીધો હતો.આ આનંદ મેળો કોમી એક્તાનુ પ્રતિક પણ બન્યો હતો.જેમા હિન્દુ વેપારીઓ પણ આ મેળામા હાજર રહીને પોતાની દુકાનો રાખી હતી.ત્રણ દિવસ ચાલેલા આ આનંદ મેળામા મોટી સખ્યામા મુસ્લિમ સમાજ હાજર રહ્યા હતા.અને શાંતિપુર્ણ માહોલમાં આનંદમેળાનુ સમાપન થયુ હતુ.