અમારે તો નાક નથી તમારે તો આંખો છે ને, તો ખુલ્લી રાખીને ચાલો : મનપા જુનાગઢ

અમારે તો નાક નથી તમારે તો આંખો છે ને, તો ખુલ્લી રાખીને ચાલો : મનપા જુનાગઢ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જુનાગઢ : મહાનગર પાલિકાના પોકળ વાયદાઓથી જુનાગઢવાસીઓ પરેશાન મહાનગર હદ વિસ્તારના ખાડા ખબડા વાળા રોડ રસ્તાને કારણે અકસ્માતો થઈ રહ્યાં છે, પણ આ જાડી ચામડીના અધિકારીઓ પદાઅધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. ત્યારે ગઈકાલે સાંજના સમયે એક વૃદ્ધ પોતાનું સ્કૂટર લઈને મધુરમ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યાં હતા.
ત્યારે ખરાબ રસ્તાને કારણે પોતાનું બેલેન્સ ગુમાવતા અકસ્માત થતાં થતાં બચી ગયેલ ત્યારે તે વૃદ્ધ મનપા ઓફિસે ગયા અને અધિકારીઓ તથા પદાઅધિકારીઓને રજૂઆત કરતા કહે છે કે સાહેબ હવે તો શરમ કરો સાવ નાક વગરના ન થાવ હમણાં જ થોડા દિવસ પહેલાં નવરાત્રિમાં ખરાબ રસ્તાને કારણે મધુરમ વિસ્તારમાં એક વૃદ્ધનો ટ્રક સાથે અકસ્માત થયેલ અને એ વૃદ્ધે પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે હવે તો શરમ કરો હજી કેટલાં જીવ લેવાં છે.
તેમજ તાજેતરમાં જ તમને મુખ્યમંત્રીશ્રી પણ ટકોર કરીને ગયા છે, છતાં પણ નકટા વેડા છોડતા નથી ત્યારે કોઈ પદાઅધિકારી દ્વારા એ વૃદ્ધને કહેવામાં આવે કે અમને તો નાક નથી પણ તમારે તો આંખો છે ને તો ખુલ્લી રાખીને ચલાય બાકી મુખ્યમંત્રીના કહેવા છતાં રોડ ન બની શકતા હોય તો શું?
તમારા કહેવાથી બની જશે ત્યારે એ વૃદ્ધ નિરાશ થઈને જતા રહે છે, અને મનોમન પોતાને કોષવા લાગે છે, કે મત આપ્યા ત્યારે નહોતી ખબર આ લોકો આટલી હલકાઈ ઉપર ઉતરી જશે. છેલ્લે નીશાશો નાખતા એટલું બોલ્યા કે ઈશ્વર નહીં છોડે.