GUJARATJETPURRAJKOT

Rajkot: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા – કચરા મુક્ત ભારત’ અન્વયે શ્રમદાન કરાયુ

તા.૪/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: ભારત સરકારના સ્વચ્છતા અભિયાન અન્વયે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા પહેલી ઓકટોબરના રોજ પોલીસ મુખ્યાલય પાસે, રેસકોર્ષ પાર્ક, રાજકોટ ખાતે “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત બેંકના અધિકારીઓ- કર્મચારીઓ દ્વારા એક કલાક શ્રમદાન કરાયુ હતું. આ ઉપરાંત ભારતીય સ્ટેટ બેન્કની ગોંડલ, મોટી મારડ, મોવિયા, વીરપુર અને રામોદ શાખાના કર્મચારી ગણ અને સ્થાનિક નાગરિકોએ પણ શ્રમદાનમાં યોગદાન આપ્યું હતું.

આ સેવા કાર્યમાં નામાંકિત હોદ્દેદારો, ભારતીય સ્ટેટ બેન્ક પ્રશાસનિક કાર્યાલય, રાજકોટનાશ્રી આશુતોષ શર્મા (ઉપ મહા પ્રબંધક), શ્રી નીરજ જોષી(સહાયક મહા પ્રબંધક, ક્ષેત્રીય રાજકોટ-૧), શ્રી અજય જોબનપુત્રા (સહાયક મહા પ્રબંધક), શ્રી હર્ષ દલાલ(મુખ્ય પ્રબંધક), શ્રી નરેન્દ્રસિંહ સોલંકી (મુખ્ય પ્રબંધક-અગ્રણી બેન્ક), શ્રી પવન શર્મા (ડી.જી.એસ.,અધિકારી સંગઠન), શ્રી વસંત આચાર્ય, શ્રી વિજયસિંહ આર્ય (ડિરેક્ટર-આરસેટી)ની સાથે બેન્કના કર્મચારી ગણ, આરસેટી સ્ટાફ અને ત્યાં તાલીમ લેતી વિદ્યાર્થીનીઓએ પણ શ્રમદાન કર્યુ હતું.

[wptube id="1252022"]
Back to top button