HALOLPANCHMAHAL

હાલોલ:કલરવ શાળામાં રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે થયેલ મતદાર સાક્ષરતાનો કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૨૫.૧.૨૦૨૪

લોકશાહી ઉત્સવ એટલે મતદાન. પ્રજા પોતાના પસંદના નેતાને મત આપી વિજય અપાવે અને ચૂંટાયેલા નેતા પ્રજાલક્ષી કામ દ્વારા લોકશાહીને જીવંત રાખે. વિદ્યાર્થીઓ મતદાનનું મહત્વ સમજે તેમજ મતદાતા તરીકે ગૌરવ અનુભવે તે હેતુથી પ્રતિવર્ષ 25 મી જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.જે અંતર્ગત હાલોલ નગરમાં આવેલ કલરવ શાળામાં ભવિષ્યના યુવા મતદાતા એટલે કે ધોરણ 11ના બંને માધ્યમના વિદ્યાર્થીઓને મતદાન માટે જાગ્રત કરવા કૃત્રીમ મોક્ મતદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા ધોરણ 11 ના વિદ્યાર્થીઓને ઉમેદવારની નોંધણી કઈ રીતે થાય છે? મતદાન મથકમાં કઈ રીતે સમગ્ર ચૂંટણીની પ્રક્રિયાનું કામકાજ થાય છે.તેમજ નોટા એટલે કે ઉપર આપેલ ઉમેદવાર માંથી કોઈપણ ઉમેદવારની પસંદગી ન કરવી હોય તો નોટા નામનું બટન દબાવવામાં આવે છે તેની સમજણ શાળાના ટ્રસ્ટી હાર્દિકભાઈ જોશીપુરા તેમજ શાળાના શિક્ષકો દ્વારા આપવામાં આવી હતી. તેમજ ઉમેદવાર પણ ઉભા રાખવામાં આવેલ. ઉમેદવાર વિદ્યાર્થીઓ ચૂંટણી પ્રચાર કરી પોતાને મત આપવાની અપીલ મતદાતા એટલે કે વિદ્યાર્થીઓ આગળ કરી. જેમાં ધોરણ 11 ના વિદ્યાર્થીઓએ ઉભેલા ઉમેદવારોને પોતાનો કિંમતી મત આપી મતદાન પ્રક્રિયામાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય ક્લ્પનાબેન જોષીપૂરા એ બધા જ વિદ્યાર્થીઓને મતદાન જાગૃતિ અંગે શપથ લેવડાવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button