દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામમે આવેલી પ્રાથમિક શાળામાં સંગાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્રારા વિદ્યાર્થીઓને નોટબુક બિસ્કિટ રબર પેન્સિલ કંપાસ બોક્સની ભેટ અપવામાં આવી

તા.૨૨.૦૭.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામમે આવેલી પ્રાથમિક શાળામાં સંગાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્રારા વિદ્યાર્થીઓને નોટબુક બિસ્કિટ રબર પેન્સિલ કંપાસ બોક્સની ભેટ અપવામાં આવી
દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામમે આવેલી પ્રાથમિક શાળામાં સૌ પ્રથમ વાર સંગાથ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ
હરેશભાઈ માનસિંગભાઈ બિલવાળ ઉપપ્રમુખ ભાવસિંહભાઈ જયદેવભાઈ મહેશભાઈ જવસીંગભાઇ અમરસિંહભાઈ બારીયા તથા શાળા પરિવાર ના શિક્ષક મિત્રો ની ઉપસ્થિતિમાં સૌપ્રથમ શાબ્દિક સ્વાગત દીપ પ્રાગટ્ય તથા સેવા નુ મહત્વ અને અનાથ વિદ્યાર્થી મિત્રોને રબર પેન્સિલ કંપાસ બોક્સ નોટબુક બિસ્કીટ વગેરેની ભેટ આપી ને મદદરૂપ થયા હતા તથા શાળાના સ્ટાફ તરફથી સંગાથ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ નુ સ્વાગત કરવામાં આવ્યું હતું. સેવા પરમો ધમૅ, સેવા સે તુમ પાર પાયોગે આ વાક્ય ને ચરિતાર્થ કરતા સૌને એક સંદેશ આપ્યો હતો આ તબક્કે શાળાના આચાર્ય શ્રી એ તમામ વસ્તુઓની ભેટ આપવા બદલ સંગાથ ચેરીટેબલ ટ્રસ્ટ નો આભાર માન્યો હતો સતીશકુમાર કાંતિભાઈ પરમાર શાળાના સતિષભાઈ પણ આ શાળામાં બહુ સરસ કામગીરી કરે છે અને અવનવા કાર્યક્રમો પણ કરે છે








