
જંબુસર ખાતે ગુજરાત રાજ્ય ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ના ઉપક્રમે રૂ.૮ કરોડ ૭૪ લાખ ના ખર્ચે નવનિર્મિત આધુનિક સુવિધાઓ યુકત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ નુ લોકાર્પણ રાજય ના આદિજાતિ વિકાસ વિભાગ ના રાજ્યકક્ષા ના મંત્રી અને ભરૂચ જીલ્લા પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ ના વરદ્ હસ્તે ધારાસભ્ય ડી.કે.સ્વામી, જીલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીઆ ની ઉપસ્થિતિ મા કરાયુ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
જંબુસર ખાતે આજરોજ ગુજરાત રાજ્ય ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ના ઉપક્રમે રૂ.૮ કરોડ ૭૪ લાખ ના ખર્ચે નવનિર્મિત આધુનિક સુવિધાઓ યુકત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ નુ લોકાર્પણ રાજય ના આદિજાતિ વિકાસ વિભાગ ના રાજ્યકક્ષા ના મંત્રી અને ભરૂચ જીલ્લા પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ ના વરદ્ હસ્તે ધારાસભ્ય ડી.કે.સ્વામી, જીલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીઆ ની ઉપસ્થિતિ મા કરાયુ હતુ.આ પ્રસંગે યોજાયેલ સમારોહ નો પ્રારંભ મહાનુભાવો ના વરદ્ હસ્તે દીપ પ્રાગટ્ય થી કરવામા આવ્યો હતો.જીલ્લા વિકાસ અધિકારીએ તેમના ઉદબોધન મા આ પ્રસંગે ઉપસ્થિત મંત્રી સહિત ના મહાનુભાવો શાબ્દિક આવકાર્યા હતા.લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત જનમેદની ને સંબોધન કરતા મંત્રી કુંવરજી હળપતિ એ તેમના વ્યક્તવ્ય મા જણાવ્યુ હતુ કે આપણા માટે આજે અનેરો દિવસ છે.જેણે ૬૦ વર્ષ સુધી શાસન કરવા છતાંય સારી હોસ્પિટલો આપી શકયા નથી.પરંતુ વર્તમાન ભાજપ સરકાર ધ્વારા પ્રજાજનો ને સારી સારવાર મળે અને પ્રજાજનો સ્વસ્થ રહે તેવા ઉમદા હેતુ થી રાજયભર મા આધુનિક સવલત ધરાવતી હોસ્પિટલો નુ નિર્માણ કરવામા આવી રહયુ છે તેનુ ઉત્તમ ઉદાહરણ જંબુસર મા આજે પ્રજાજનો માટે ખુલ્લી મુકાયેલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે.નમો ને ગમે છે તે અમો કરી રહયા છે.નમો જે બોલે છે તે કરે છે.દેશ ના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આરોગ્ય ક્ષેત્ર મા વધુ સુવિધાઓ ઉપલબ્ધ થાય તેના માટે કટિબધ્ધ છે. અને તેઓ ના પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની સરકાર ચાલી રહી છે.અને રાજ્ય મા સરકારી હોસ્પિટલ મા આધુનિક સવલત સાથે સારવાર ઉપલબ્ધ થાય તે માટે કાર્યરત છે.કોરાના જેવી ગંભીર બીમારી મા દેશ ની જનતા ને બચાવવા નુ કામ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યુ હતુ.દેશ ની જનતા માટે મફત રસી ઉપલબ્ધ કરાવી હતી.મંત્રી એ મત વિસ્તાર ના ધારાસભ્ય ડી.કે.સ્વામી ની કામગીરી બિરદાવી હતી.અને જણાવ્યુ હતુ કે ધારાસભ્ય આ વિસ્તાર ની કાયાપલટ કરવા ખુબજ પ્રયત્નશીલ રહે છે.અને મતવિસ્તાર ના વિકાસ માટે વારંવાર રજુઆત કરતા રહે છે. જીલ્લા ના પ્રભારી મંત્રી હોવા ના નાતે મંત્રી એ જીલ્લા મા કોઈ બેરોજગાર ના રહે તે માટે આગામી દિવસો મા ભરતી મેળા નુ આયોજન કરવામા આવનાર હોવાનુ ઉપસ્થિત જનમેદની ને જણાવ્યુ હતુ. લોકાર્પણ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીઆ , જીલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ તથા ધારાસભ્ય ડી.કે. સ્વામી એ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતુ. લોકાર્પણ પ્રસંગે માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણા, ભાજપ જીલ્લા મહામંત્રી ફતેસિંહ ગોહિલ,જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન આરતીબેન સહિત જંબુસર આમોદ તાલુકા ના પદાધિકારીઓ તથા ભાજપ ના હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહયા હતા.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ