ધાંગધ્રાના કુડા ચોકડી નજીક ટ્રેલરમા આગ લાગતાં ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો.

તા.08/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવે પર કુડા ચોકડી નજીક ક્ધટેનર ભરેલા ટેલર ગાડીમાં લાગી આગ ગાડીના ડ્રાઈવરએ સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા આબાદ બચાવ રોડ ઉપર પસાર થતાં વાહન ચાલકો પોલીસ અને ફાયર ટીમ દ્વારા આગ બુઝવા પ્રયાસ કર્યા હતા કચ્છ અમદાવાદ હાઈવે ફોરલેન રોડ બન્યા પછી નાના મોટા અકસ્માતના બનાવ અનેક વખત સામે આવી રહયા છે ત્યારે ધાંગધ્રા માલવણ હાઇવે પર કુડા ચોકડી નજીક ક્ધટેનર ભરેલા ટેલર ગાડીમાં એકાએક આગ લાગતા અફડાતફ્ડી મચી જવા પામી હતી મળતી વિગત મુજબ કચ્છથી અમદાવાદ તરફ જઈ રહેલા ટેલર ગાડીમાં ધાંગધ્રા કુડા ચોકડી નજીક હાઇવે પર પુલ પર પહોંચતા ટેલર ગાડીના કેબિનમાં કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ ભભુકી ઉઠી હતી જેમાં સદ્દભાગ્યે ગાડીના ડ્રાઈવરનો આબાદ બચાવ થવા પામ્યો હતો જેમાં ટેલર ગાડીના ડ્રાઈવરએ સમય સૂચકતા દાખવી ગાડીમાંથી બહાર નીકળી ગયો હતો જયારે ક્ધટેનર ભરેલું ટેલર ગાડીમાં જોતજોતામાં આગ વધતા ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને હાઈવે પર પેટ્રોલિંગ કરતી પોલીસ તથા એલ એન્ડ ટી ટીમની ગાડીએ ધાંગધ્રા નગરપાલિકા ફાયર ટીમને જાણ કરાતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને બુઝવાનો પ્રયાસ હાથ ધર્યો હતો જયારે ભારે પ્રયાસ બાદ આગને કાબૂમાં લીધી હતી જે ઘટનાની જાણ પોલીસને થતા તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈને હાઇવે ઉપર થયેલ ટ્રાફિક હળવો કરી આગળની કામગીરી હાથ ધરી હતી.