ગુજકોસ્ટ ગુજરાત સરકાર શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ,જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ની કચેરી જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ 2023 નું બહાઉદીન સાયન્સ કોલેજ જૂનાગઢ યોજવામાં આવી હતી. જેમની મુખ્ય થીમ આરોગ્ય અને સુખાકારી માટે ઇકોસિસ્ટમની સમજણ હતી જેમાં જૂનાગઢ જિલ્લા ની 180 ટીમના વિધાર્થીઓ નું પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન થયું હતું ટોટલ 360 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો એ ભાગ લીધો હતો જેમાંથી ટોપ 10 પ્રોજેક્ટ ને પસંદગી કરી જૂનાગઢ જિલ્લાનું આગામી દિવસોમાં તેઓ રાજ્ય કક્ષાની પરિષદ માટે અમદાવાદ સાયન્સ સીટી ખાતે પ્રતિનિધિત્વ કરશે તથા તેઓ આગળ પણ સારો દેખાવ કરી અને જૂનાગઢ જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય મુક્તાનંદજીબાપુ તથા ચેરમેન ગિજુભાઈ ભરાડ દ્વારા આપવામાં આવી હતી કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરાએ જણાવેલ…
રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ









