DHORAJIGUJARATRAJKOT

Rajkot: ધોરાજી સરકારી આઈ.ટી.આઈ. ખાતે તા. ૧૨ ઓકટોબર ના રોજ યોજાશે રોજગાર ભરતી મેળો

તા.૧૦/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, Dhoraji: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને ધોરાજી આઈ.ટી.આઈ. દ્વારા ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા સહિતનાં આઈ.ટી.આઈના સ્થાનિક ઉમેદવારોને પોતાના રહેણાંકથી નજીક રોજગારી મળી શકે તે હેતુસર જુદી જુદી ત્રણ નામાંકીત કંપનીઓ માટે તા.૧૨.૧૦.૨૦૨૩, ગુરૂવારનાં રોજ સવારે ૧૧.૩૦ કલાકે જામકંડોરણા ઓવરબ્રિજ પાસે આવેલ સરકારી આઈ.ટી.આઈ. ધોરાજી ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અતુલ મોટર્સ, ફાર્મા કંપની – રજત કેર તથા રંગોલી આઇસ્ક્રીમ એમ ત્રણ કંપનીઓ દ્વારા ૮૦ થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રીયા હાથ આવશે. ૧૮ થી ૩૦ વર્ષ સુધીની વય મર્યાદા ધરાવતાં અનુભવી/બિનઅનુભવી ઉમેદવારો ભાગ લઈ શકશે.

મારુતિ સુઝુકી કાર કંપનીના ઓથોરાઈઝ ડીલર અતુલ મોટર્સ પ્રા. લિ. માં રાજકોટ, ગોંડલ, વાકાનેર સ્થિત વર્કશોપમાં મિકેનીકની જગ્યા માટે ITI – ડીઝલ મિકેનીક, મિકેનીક મોટર વ્હીકલ (MMV), MABP MABR જેવી લાયકાત ધરાવતાં ઉમેદવારો ભાગ લઈ શકશે. બિન અનુભવીને ૮૦૦૦ થી ૧૦,૦૦૦ તથા અનુભવીને સ્કીલ અનુસાર ૧૨,૦૦૦ થી વધુ પગારધોરણ મળવાપાત્ર છે.

રજત કેર, જેતપુર રોડ, ધોરાજી સ્થિત દવા બનાવતી ફાર્મા કંપનીમાં પ્લાન્ટ મેન્ટેનન્સ, વોટર સિસ્ટમ, ETP, બોઈલર, HVAC ઓપરેટર, પ્રોડક્શન ઓપરેટરની જગ્યા માટે ITI- ઈલેક્ટ્રીકલ, ફીટર ITI – AOCP, RAC, MMCP (૧ થી ૩ વર્ષ અનુભવ), પ્રોડક્શન ઓપરેટર – કોઇ પણ ITI ટ્રેડ માં પાસ ઉમેદવારો ભાગ લઈ શકશે. અનુભવ અને ઇન્ટરવ્યુ પરફોર્મન્સ આધારિત ૧૦,૦૦૦ થી ૧૫,૦૦૦ પગારધોરણ મળવાપાત્ર છે.

રંગોલી આઇસ્ક્રીમ, ભોળા પાટીયા પાસે, જુનો ઉપલેટા રોડ, ધોરાજી સ્થિત કંપની માટે મશીન ઓપરેટર, મેન્ટેનન્સ, ઈન્વેન્ટરી હેડની જગ્યાઓ માટે ITI –મશીનિષ્ટ, ફીટર, ઇલેક્ટ્રીશીયન, વાયરમેન કોઈ પણ ગ્રેજ્યુએટ ઉમેદવારો ભાગ લઈ શકશે. યુનિફૉર્મ, વિમો, વીક-ઓફ વગેરે સુવિધાઓ સહીત ૧૦,૦૦૦ થી ૧૨,૦૦૦ પગારધોરણ મળવાપાત્ર છે.

આ ભરતી મેળામાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ રીઝ્યુમ સહીત તમામ ડોક્યુમેન્ટ, ઝેરોક્ષ અને પાસપોર્ટ સાઈઝ ફોટા સહિતના ડોક્યુમેન્ટ્સ સાથે લાવવાનાં રહેશે. પસંદગી પામેલ ઉમેદવારોએ એક અઠવાડિયામાં હાજર થવાનું રહેશે. આ અંગે વધુ માહિતી માટે આઈ.ટી.આઈ. ધોરાજીનો રૂબરૂ સંપર્ક કરવા પ્રિન્સિપાલશ્રી વિકાસ ભેંસાણીયાએ અનુરોધ કર્યો છે.

[wptube id="1252022"]
Back to top button