DAHOD

દાહોદના ફ્રી લેન્ડગંજં વિસ્તારમાં સ્થિત સાત રસ્તા પર 92મા શહિદ દિવસ નિમિતેં શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

તા.૨૪.૦૩.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

92મા શહિદ દિવસ નિમિતેં નારાયણ કાશી એકડમી દ્વારા દાહોદના ફ્રી લેન્ડગંજં વિસ્તારમાં સ્થિત સાત રસ્તા પર શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં દાહોદ ASP અને દાહોદ ટાઉન પી આઈ ઉપસ્થિત રહ્યા

આજે દેશમાં 92મા શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આજના દિવસે 23માર્ચ 1931ના રોજ અંગ્રેજી હુકુમતે ભારત દેશના ત્રણ ક્રાંતિવીરોને મધ્ય રાત્રિએ ફાંસીના માંચડે ચઢાવી દીધા હતા. દેશની આઝાદી માટે પોતાની યુવાનો પણ દેશદાઝ માટે કુર્બાન કરી દેનારા આ વિર શહીદોના માનમાં શહિદ દીવસની ઉજવણી ભારત દેશમાં કરવામાં આવી રહી છે ત્યારે ફ્રી લેન્ડગંજં વિસ્તારના સાત રસ્તા પર નારાયણ કાસી એકેડમી દ્વારા 92મા શહિદ દિવસે શહીદ ભગતસિંહ, રાજગુરુ તથા સુખદેવજીનીને યાદ કરી મીણબત્તી સળગાવી સહીદ વીરોને શ્રઘાજલી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યોં હતો જેમાં દાહોદ ટાઉન  પી આઈ લાઠીયા અને દાહોદ ASP જગદીશ બાંગરવા તેમજ મોટી સંખ્યામાં નગર જનો ઉપસ્થિત રહયાં હતા

[wptube id="1252022"]
Back to top button