
21 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
ડીસીડીપી કાયૅક્રમ અંર્ગત મંગળવાર સાંજે બનાસકાંઠા જિલ્લા પોસ્ટ વિભાગ દ્વારા વડગામ તાલુકા મથક ખાતે જન જાગૃતિ શિબિર યોજાઈ હતી. સહાયક અધિક્ષક ડાક ઘર પાલનપુર ઉપ વિભાગ શ્રી બાલા સુબ્રમણ્યમ, સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, વડગામ સબ-પોસ્ટમાસ્તર પરેશભાઈ જોષી એ કેન્દ્ર સરકાર દ્વારા પ્રજાના કલ્યાણ માટે અમલ માં મુકેલ વિવિધ યોજનાઓ, બચત યોજનાઓ, જીવન વીમા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સરપંચ પ્રવિણભાઈ યુ પરમાર, ડે.સરપંચ ભગવાન સિંહ ગુલાબ સિંહ સોલંકી ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વડગામ પ્રમુખ પુષ્કર ગોસ્વામીબાવન આંટા રાજપુત સમાજ અગ્રણી તેજમાલ સિંહ સોલંકી, રણછોડજી મંદિર પુજારી જગદીશભાઈ રાવલસહિત વેપારીઓ, પોસ્ટ ના ગ્રાહકો વડગામ તાલુકા પોસ્ટ ના કમૅચારીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. કાયૅક્રમ નું સ્ટેજ સંચાલન ચિરાગભાઈ સુથારે કર્યું હતુંવડગામ સબ પોસ્ટ ઓફિસ કમૅચારીઓ એ કાયૅક્રમ સફળ બનાવવા ભારે જેહમત ઉઠાવી હતી.આ અંગે પુષ્કર ગૌસ્વામી એ જણાવ્યું હતું .