
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : તંત્રના પાપે ચૂંટણી બહિષ્કારની ચીમકી : રાજલીકંપા ગામે બેનરો સાથે વિરોધ
વિકાસના કામો ને લઇ હવે કેટલાક વિસ્તારમાં હવે ચૂંટણીના સમયે લોકોમાં રોષ જોવા મળી રહયો છે જે વિસ્તારમાં વિકાસના કામો થયાં નથી અને આમ જનતા રસ્તાઓ થી લઇ ને પાણી સુધીની સમસ્યા થી ઘેરાયેલી જોવા મળી રહી ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ વિકાસની ગાથા ગાવામાં આવી રહી છે પણ હજુ કેટલાય ગામડાઓ આજે પણ પાકા રસ્તાઓથી વંચિત છે અને હવે આમ જનતા એ પણ મૂડ બનાવી લીધું હોય તેવી રીતે ચૂંટણીનો બહિષ્કાર કરાવના સાથે વિરોધ દર્શાવી રોષ ઠાલાવ્યો છે
વાત છે અરવલ્લી જિલ્લાના રાજલીકંપા કંપા ગામની જ્યાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મંજૂર થયેલ પાકો રોડ બનવા ન દેતા ગ્રામજનો એ કલેકટરને રજુઆત કરી હતી પરંતુ ન્યાય નહિ મળતા રાજલીકંપાની મહિલાઓ અને ગ્રામજનો રસ્તા પર ઉતરી આવી ચૂંટણી બહિષ્કાળ અને કોઇપણ રાજકીય પક્ષના આગેવાનોએ ગામમાં પ્રવેશ ન કરવાના બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો અને બેનરો માં લખ્યું હતું કે રાજકીય પક્ષોએ રાજલી કંપા ગામમાં પ્રવેશ કરવો નહી