અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ અને માલપુર તાલુકામાં ભાજપના લોકસભા કાર્યાલય પર વિરોધ : ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખની હાજરીમા જ વિરોધ

રૂપાલાના નિવેદન લઇ ને હાલ ઠેળ ઠેળ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ થતો જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને સાબરકાંઠા લોકસભા બેઠક ચર્ચાનો વિષય બન્યો છે અને ક્ષત્રિય સમાજ દ્વારા આ બેઠક પર એક નહિ બે તાલુકામાં ભાજપના કાર્યાલય પર વિરોધ જોવા મળ્યો હતો જેમાં માલપુર અને મેઘરજ તાલુકામાં ભાજપના કાર્યાલય ખાતે ક્ષત્રિય સમાજનો વિરોધ જોવા મળ્યો હતો જેમાં માલપુરમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભાજપના કાર્યક્રમમાં ઘૂસી જઈ વિરોધ નોંધાવ્યો હતો તો બીજી બાજુ મેઘરજમાં પણ ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલો કાર્યાલય ખાતે પોહચી સુત્રોચાર કરી વિરોધ દર્શાવ્યો હતો માલપુર ખાતે અરવલ્લી જિલ્લા બીજેપી પ્રમુખ રાજેન્દ્ર પટેલની હાજરીમાં વિરોધ જોવા મળ્યો તો બીજી બાજુ મેઘરજ ખાતે તાલુકા સંગઠન પ્રમુખ અને ધારાસભ્ય પી સી બરંડા ની હાજરીમાં પચાસથી વધુ ક્ષત્રિય યુવાનો અને વડીલો એ સુત્રોચાર કરી વિરોધ દર્શાવ્યો હતો વિરોધ ને લઇ મેઘરજ ખાતે અરવલ્લી જિલ્લા પોલિસ સહીત અને મેઘરજ પોલિસ નો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો બીજી બાજુ ચાલુ કાર્યક્રમમાં રાજપૂતોએ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા









