મુશ્કેલી: વાંસદા નગરમાં 9 વર્ષ પૂર્વે શરૂ થયેલી ગેસ લાઇન હજુ અધુરી
• બે-બે એજન્સી બદલાઈ છતાં પરિસ્થિતિ જૈસે થે..વાંસદા નગરમાં 9 વર્ષ પૂર્વે
વલસાડ-ડાંગના સાંસદ ડો .કે.સી.પટેલના હાથે ગુજરાત ગેસ એજન્સીના અધિકારી અને ગ્રામજનોની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત ગેસ બાદ ખાનગી
ગેસ એજન્સી દ્વારા ત્રણ વર્ષથી કામગીરી હાથમાં લીધી
હોવા છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. છેલ્લા
ત્રણ માસથી અનેક ફળિયામાં ખાડા ખોદીને અધૂરા મૂકીને
કામગીરી બંધ કરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.વાંસદા નગરમાં 9 વર્ષ પૂર્વે ગુજરાત ગેસ એજન્સી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામગીરીમાં કંઇક વાંધો આવતા ત્રણ વર્ષથી ખાનગી ગેસ એજન્સી કામ કરતી
આવી છે પરંતુ આ એજન્સી પણ છેલ્લા ત્રણ વર્ષથી કોઈ નક્કર કામગીરી કરી નથી. છેલ્લા ત્રણ માસથી રસ્તા પાસે
ગેસની કામગીરી માટે ખોદેલા ખાડા પણ અધૂરા મૂકતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ઘણા વાહન ચાલકો
અંધારામાં ખાડાઓમાં પડતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જો આ પ્રમાણે ગેસની કામગીરી કરવામાં આવશે
તો હજુ દસ વર્ષે પણ આ ગેસની કામગીરી શરૂ થશે નહીં.
બે-બે એજન્સી બદલાઈ ગઈ હોવા છતાં ઢીલી કામગીરી
કરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વહેલી તકે આ ઘર
વપરાશના ગેસની કામગીરી પૂર્ણ કરી ઘરે ઘર ગેસ કનેક્શન
આપવા માટે લોકો માંગ કરી રહ્યાં છે. છતાં પણ તંત્ર દ્વારા
હજુ સુધી કોઇ કાર્યવાહી કરાઇ નથી. જેથી લોકોની મુશ્કેલીવધી રહી છે.








