
12 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
વિદ્યાધામ-ભાગળ(પીં)સંચાલિત શ્રી એસ.ડી.એલ.શાહ હાઇસ્કુલ ના વિદ્યાર્થીઓએ એરોડ્રામ મેદાન ડીસા ખાતે જિલ્લા કક્ષાની સાયકલીંગ (રોડ)સ્પર્ધા યોજાઈ હતી. જેમાં શાળાના અંડર-17 બહેનોમાંથી પ્રજાપતિ રીયા.કનુભાઈ અનેઅંડર-19ભાઈઓ અને બહેનોમાંથી નાયકા ઇકરામ.કરસનભાઈ અને પ્રજાપતિ વિધિ.હસમુખભાઈ એમ કુલ ત્રણ વિદ્યાર્થીઓ બનાસકાંઠા જિલ્લાની સાયક્લિંગ હરિફાઈ ટીમમાં પસંદગી પામ્યા. જે હવે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં બનાસકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે, ઉપરોક્ત વિદ્યાર્થીઓને માર્ગદર્શન વ્યાયામશિક્ષક જયંતિભાઈ.એન.ચૌધરીએ પૂરું પાડેલ.ખેલાડીઓને પ્રમુખશ્રી કે.ડી.શાહ સાહેબશ્રી અને ટ્રસ્ટીશ્રીઓ તથા શાળાના આચાર્યશ્રી કિરીટકુમાર.જે.પટેલે અભિનંદન પાઠવી રાજ્યકક્ષાએ નંબર મેળવી ઝળહળતી સફળતા મેળવી જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છા સહઅભિનંદન પાઠવેલ છે.










