
7 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલયે તા-06 નવેમ્બર 23 ના રોજ તાલુકા કક્ષાએ યોજાયેલ 23 માં વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હતો. જેમાં વિભાગ-4 માં વાયરલેસ કાર ચાર્ચિંગ સ્ટેશન કૃતિમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. તાલુકા કક્ષાએ કૃતિ રજૂ કરનાર વિદ્યાર્થી આદિત્ય એલ. યાદવ અને આર્યન એ. ઠાકોર તથા માર્ગદર્શક શિક્ષકશ્રી યોગેશભાઈ પી. પટેલને તાલુકા કક્ષાએ આદર્શ વિદ્યાલય, વિસનગરનું ગૌરવ વધારવા બદલ કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓ અને શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફ મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા.
[wptube id="1252022"]





