
તા.૨૧ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ કલેક્ટર કચેરી ખાતે કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ, નાયબ નિયામક વિકસતી જાતિ કલ્યાણની પ્રી-મેટ્રિક તેમજ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાના લાભાર્થીઓની સમીક્ષા બેઠક યોજાઇ હતી.

બેઠકમાં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરી, નાયબ નિયામકશ્રી સી. એન. મિશ્રા તેમજ ડી. એ. પીપરીયાએ લાભાર્થી વિદ્યાર્થીઓના આધારકાર્ડ બેંક સાથે લીંક અપ કરવા અંગેની વિગતો પૂરી પાડી હતી.
જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક અધિકારીશ્રી, તાલુકા પ્રાથમિક અધિકારીશ્રી, શાસનાઅધિકારીશ્રી હસ્તકના લાભાર્થીઓના આધારકાર્ડ લીડ બેંક લીંક થયેલ છે. જે વિદ્યાર્થીઓના આધાર કાર્ડ બેંક સાથે લીંક કરવાના બાકી હોય તે તમામ વિદ્યાર્થીઓ અંગેની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગોની કામગીરી સત્વરે પૂરી કરવા સૂચના આપી હતી.








