GUJARATNAVSARI

નવસારી:૧૦મી ઓગસ્ટના રોજ ૧૦૫ ગામડાઓમાં મારી માટી, મારો દેશ” અભિયાનની ઉજવણી કરાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
માતૃભૂમિને નમન અને દેશનાં સપૂતોને શ્રધ્ધાંજલિ આપવા માટે તા. ૯ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન દેશભરમાં યોજાનાર “મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત આજે નવસારી જિલ્લાના ૧૦૫ ગામડાઓમાં ઉજવણી કરવામાં આવી હતી . આ અભિયાન અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ શિલાફલકમનું સમર્પણ, પંચ પ્રણ પ્રતિજ્ઞા સાથે સેલ્ફી, વસુધા વંદન, વીરોને વંદન તથા ધ્વજ વંદન સાથે રાષ્ટ્રગાન જેવા પંચવિધ કાર્યક્રમો ગ્રામજનોની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો .
પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, તા.૧૦મી ઓગષ્ટના રોજ નવસારી તાલુકાના ૧૨ ગામો , ગણદેવી ૧૬ ગામો , ચીખલી ૨૨ ગામો , વાંસદા ૩૦ ગામો , ખેરગામ ૧૨ ગામો અને જલાલપોર તાલુકાના ૧૩ ગામો મળી કુલ ૧૦૫ ગામોમાં કાર્યક્રમો યોજાયો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button