
10 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકાના જગાણા ગામે આવેલ અંદાજે 566 વર્ષ પ્રાચીન શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ગ્રામજનોની સુખાકારી માટે શ્રાવણ માસ નિમિત્તે મહાદેવજીની પૂજા અભિષેક અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે મહેન્દ્રભાઈ ત્રિવેદી, કનુભાઈ દવે, નવીનભાઈ રાવલ, દશરથભાઈ રાવલ, અલ્પેશભાઈ ત્રિવેદી સહિત ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે ઘેમરભાઈ ભોળિયા, સરપંચ પ્રહલાદભાઈ પરમાર, મોતીભાઈ જુઆ, ગણેશભાઈ ચૌધરી, રતિભાઈ લોહ, હરેશભાઈ ચૌધરી, મુકેશભાઈ ઠાકોર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજર રહી પૂજા દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સવંત 1457માં ગામના મુખ્ય કૂવા પાસે ગ્રામજનો દ્વારા આ નિલકંઠ મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિર ખૂબ પ્રાચીન હોવાથી તેના જીર્ણોદ્ધાર કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.









