
વેવાઈ વેવાઈની રાજકીય સિંચાઈ કોભાંડ ભ્રષ્ટાચારી રમત. અરવલ્લી જિલ્લાના સિંચાઈ ના 12 – કરોડના કામો માંથી આઠ કરોડ ના કામો મેઘરજ તાલુકા ના રાજકીય કોન્ટ્રાક્ટર દ્વારા સિંચાઈના કામો સરકારી અધિકારીઓને દમ મારીને મેળવેલા અને અધૂરા કામો હોવા છતાં કામોના બીલો હું રાજકીય માણસ છું એવી ધમકીઓ આપી વેવાઈ વર્સિસ વેવાઈ ભ્રષ્ટાચારી રમત ના બિલો પાસ કરાવવા માટે હવાતીયા મારી રહ્યા છે. સિંચાઈ કોભાંડે સમગ્ર અરવલ્લી જિલ્લા અને મેઘરજ તાલુકા સરકારી તંત્ર તેમજ લોકો માં ચર્ચાનો વિષય બન્યું છે. મેઘરજ તાલુકામાં પીવાના પાણી માટે વર્ષો થી લોકો માં નારાજગી રહી છે. સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા છતાં સમગ્ર મેઘરજ તાલુકા માં પીવાના પાણી માટે માટે પ્રજા હેરાન પરેશાન છે. રાજકીય સરકારી કોન્ટ્રાક્ટર દ્વારા તળાવ ઊંડા કરવા ચેક ડેમો બનાવવા તેમજ સિંચાઈની અનેક યોજનાઓમાં વ્યાપક પ્રમાણમાં પોતાની અંગત બાંધકામ વેવાઈ વેવાઈ ની મંડળી બનાવી ને કરોડો ના કૌભાંડ આચરવા માં આવેલા છે. મેઘરજ તાલુકાના જાગૃત નાગરિક દ્વારા રાજકીય કોન્ટ્રાક્ટરની દાદાગીરી અને ભ્રષ્ટાચાર સામે ઉચ્ચકક્ષાએ ફરિયાદો કરવામાં આવેલી છે અને તકેદારી આયોગ દ્વારા આ વિષય ઉપર તપાસની માંગણી પણ કરવામાં આવેલી છે તપાસોનો દોર ચાલુ છે. પણ રાજકીય (વેવાઈ – વેવાઈ ) આગેવાનો હોવાના કારણે ક્યાંક ભીનું સંકેલાય છે તેવી જાગૃત નાગરિક દ્વારા પત્રકાર સાથેની વાતમાં જાણવા મળેલ છે. સમગ્ર મેઘરાજ અને અરવલ્લી જિલ્લા . . અને વર્તમાન સમય માં રાજકીય કોન્ટ્રાક્ટરો મેઘરજ તાલુકામાં માથાનો દુખાવો બનેલા છે અને સરકારી તંત્ર માટે પણ ખૂબ જોખમી બન્યા છે…