GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર રેલ્વે સ્ટેશન નજીક પોલીસે રેડ કરી રૂપિયા 26,500 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો

પોલીસે ત્રણ જણાની અટકાયત કરી ચાર સામે ગુનો નોંધાયો

વિજાપુર રેલ્વે સ્ટેશન નજીક પોલીસે રેડ કરી રૂપિયા 26,500 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો પોલીસે ત્રણ જણાની અટકાયત કરી ચાર સામે ગુનો નોંધાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર રેલ્વે સ્ટેશન નજીકના એક રહેણાંક મકાનમાં પોલીસે બાતમી ના આધારે રેડ કરી મકાનમાં રાખેલી વિદેશી દારૂની 116 બોટલો રૂપિયા 26500 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. ઘરમાં વિદેશી દારૂ છુપાવી રાખીને વેપાર કરતા ત્રણ જણાની અટકાયત કરી કાર્યવાહી કરવામાં આવી છે. ચાર સામે ગુનો નોંધાયો છે આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલ દ્વારા પ્રોહીબેશન ના કેસો ઘરફોડ ચોરીના કેસો શોધી ને અસરકારક કામગીરી કરવા ના આપેલ આદેશ મુજબ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની પોલીસ પેટ્રોલીંગ માં હતી. તે સમયે પોલીસને ખાનગીમાં બાતમી મળી હતી કે રેલ્વે સ્ટેશન સામેના નજીકમાં ઠાકોર રાજુજી શંકરજી એક રહેણાંક મકાનમાં વિદેશી દારૂ છુપાવી રાખીને વેપાર કરે છે. મળેલી બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર તપાસ કરી રેડ કરી સ્થળ ઉપરથી વિદેશી દારૂ ની બોટલ નંગ116 રૂપિયા 26500 નો મુદ્દામાલ મોબાઈલ રૂપિયા 10000 તેમજ રોકડ રૂપિયા 3060 સહિત રૂપિયા 40,060 નો કુલ મુદ્દામાલ જપ્ત કરી ચાવડા સંજયસિંહ ચતુરજી ઉમિયા નગર વાળો તેમજ જાડેજા મુળભા ઉર્ફે હરી પ્રતાપસિંહ રામબાગ સામે વાદી વાસ વાળો તેમજ ઝાલા અર્જુનસિંહ દીપસિંહ દવાડીયા વાળો ઠાકોર રાજુજી શંકરજી સહીત ચાર સામે ગુનો નોંધી ત્રણ જણાની અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button