GUJARATJAMBUSAR

જંબુસર વેપારી મહામંડળ ધ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર વી.એન રબારી અને એસ.ટી ડેપોના મેનેજર નુ સન્માન કરાયુ.

જંબુસર વેપારી મહામંડળ દ્વારા જંબુસર શહેર તેમજ તાલુકાની વિવિધ સમસ્યાઓને લઈને ખાતાકીય અધિકારીઓને રજૂઆત કરવામાં આવી
જંબુસર વેપારી મહામંડળના પ્રમુખ સંતુ ભાઈ ચોકસી વિજયભાઈ જુમખાવાલા તેમજ સભ્ય દ્વારા જંબુસર નગર ની ટ્રાફિક સમસ્યા હોય કે તાલુકાના ગામોની એસટી બસની સમસ્યાઓ આ બાબતે ખાતા કે અધિકારી સાથે રજૂઆત કરાઈ હતી
જંબુસર નગરમાં ટ્રાફિકની સમસ્યાઓથી વેપારીઓ તેમજ નગરજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે મુખ્યત્વે સોની બજાર પોલીસ ગેટથી કોટ દરવાજા સુધી વન વે હોવા છતાં ટ્રાફિક નિયમના ઉલ્લંઘન કરી વાહનો અવરજવર કરતા હોય છે આ બાબતે વેપારી મહામંડળ દ્વારા જંબુસર પોલીસ સ્ટેશનના પીઆઇ વી એન રબારી ને આ બાબતે રજૂઆત કરાઈ હતી વેપારીઓના મુદ્દા ધ્યાનમાં રાખી તાત્કાલિક ધોરણે ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે ટ્રાફિક જવાનો મૂક્યા
તેમજ જંબુસર એસટી બસ ના ડેપો મેનેજરને જંબુસર થી કીર્તિસ્થંભ અને તાલુકાના ગામોની અનિયમિત બસો માટે રજૂઆત કરવામાં આવી હતી અને જે એસટી બસો બંધ છે તેને પુનઃ ચાલુ કરવા માટે જણાવવામાં આવ્યું હતું મહદ અંશે વેપારીની સમસ્યા નું સમાધાન થયુ હતું
વેપારી મંડળના પ્રમુખ તેમજ સભ્ય દ્વારા જંબુસર ના પી.આઈ વી એન રબારી તેમજ એસટી ડેપો મેનેજર નો આભાર વ્યક્ત કરી સાલ ઓડાવી સન્માન કરાયું
એવી પણ આશા વ્યક્ત કરી આવનારા સમયમાં આવો જ સાત સહકાર મળી રહેશે
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button