જૂનાગઢ મનપાનાં પૂર્વ મેયર ધીરૂ ભાઈ ગોહેલનું અવસાનથી પરિવારમાં શોકની લાગણી

જૂનાગઢ મનપાનાં પૂર્વ મેયર ધીરૂ ભાઈ ગોહેલનું અવસાનથી પરિવારમાં શોકની લાગણી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : મહાનગરપાલિકાનાં ભૂતપૂર્વ મેયર ધીરૂભાઈ ગોહિલનું આજ સવારના ૧૧.૦૦ વાગ્યાની આસપાસ જૂનાગઢ સ્થિત તેમના નિવાસ સ્થાને નિધન થયું છે. ધીરૂભાઈ ગોહિલ છેલ્લા કેટલાક સમયથી બીમારીથી પીડાતા હતા.
હાલમાં તેમને બીમારી સબબ મુંબઈ સ્થિત રીલાયન્સ હોસ્પીટલનાં આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી હતી. તા. ૧૭ ડિસેમ્બરે તેમને મુંબઈથી એર એમ્બ્યુલન્સ દ્વારા જૂનાગઢ લાવવામાં આવ્યા હતા, અને આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
જ્યારે ધીરૂભાઈ ગોહિલનો ગઈકાલે જ જન્મદિવસ હતો, અને તેમણે ૬૭ વર્ષ પૂર્ણ કરી ૬૮માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો. ધીરૂભાઈ ગોહિલે તેમના મેયર પદનાં કાર્યકાળ દરમ્યાન જૂનાગઢ શહેરનાં લોકોની સુખાકારી માટે સતત પ્રયત્નો કર્યા હતા ખૂબજ સરળ સ્વભાવનાં ધીરૂભાઈ ગોહિલ વિશાળ ચાહકવર્ગ ધરાવતા હતા. તેમના અવસાનથી જૂનાગઢ શહેરે એક સંનિષ્ઠ આગેવાન ગુમાવ્યા છે.
તેમજ ધીરૂભાઈ ગોહિલ તેમની પાછળ તેમની ધર્મપત્ની અને બે પુત્રો ડો. તુષાર ગોહિલ (યુએસએ) અને
વિવેક ગોહિલને વિલાપ કરતા છોડી ગયા છે.





