
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
PM શાળા જ્વાહર નવોદય વિદ્યાલય સાપુતારા ખાતે વિજ્ઞાન જ્યોતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ.વિદ્યાર્થીઓને નવીનતમ જ્ઞાન અને કૌશલ્ય વિકાસ થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.કાર્યક્રમમાં સાયબર સુરક્ષા અને તેનું મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી.
તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત સાયબર સિક્યુરિટી એક્સપર્ટ અને કન્સલ્ટન્ટ પિક્ષી શાહે બધા માટે સાયબર સિક્યુરિટી કેવી રીતે જરૂરી છે તે માટેની માહિતી પૂરી પાડી હતી. અને એજ્યુકેશન ઓફિસર તથા ડીએસસી ધરમપુર ખાતે ખગોળશાસ્ત્ર અને કોસ્મોસ સ્ટડીઝના નિષ્ણાત એવા પ્રગ્નેશ રાઠોડ એ વિદ્યાર્થીઓના તમામ પ્રશ્નોના જવાબ આપ્યા હતા.તેમજ તારીખ 11 મી જાન્યુઆરીના રોજ શાળા દ્વારા વિજ્ઞાનપ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન અને ગણિત પર આધારિત 150થી વધુ વિવિધ પ્રોજેક્ટતૈયાર કર્યા હતા. PM શાળા જવાહર નવોદય વિદ્યાલય સાપુતારા ખાતે આચાર્ય એન.એસ. રાણે, વાઇસ પ્રિન્સિપાલ ડી.આર.પાટીલ, એસ.એસ. રામટેકે,વી.વી. ટોકેકર, ગીરીશ પરમાર, અશોક લીમયે અને અન્ય શિક્ષકોનાં સહકારથી આ કાર્યક્રમ સફળ નીવડ્યા હતા..





