AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં શબરીધામ મંદિરનાં ડેવલોપમેન્ટમાં જમીન સંપાદન અટકાવવા માટે બીટીટીએસ નું આવેદનપત્ર

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં શબરીધામ મંદિરનાં ડેવલોપમેન્ટ કરવા માટે 22 હજાર ચોરસ મીટર જમીન સ્માર્ટ ડેવલોપમેન્ટ કરીને સ્થાનિકોની જમીન સંપાદન કરવામાં આવનાર છે ત્યારે ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા મામલતદાર મારફતે રાષ્ટ્રપતિને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.અને આ જમીન સંપાદન અટકાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં શબરીધામ મંદિરનાં ડેવલપમેન્ટ માટે 22 હજાર ચોરસ મીટર જમીનનું સંપાદન કરવામાં આવનાર છે.જેમાં બરડા ફળ્યુથી તો કાગર્યામાળ ગામનું (ફળ્યુ) ભેદ અને જારસોળ ગામ અને કરંજડાની જમીનનું સંપાદન કરવામાં આવશે.જોકે   શબરીધામનાં ડેવલપમેન્ટ થી સ્થાનિકોને કોઈ વાંધો નથી પરંતુ સ્થાનિકોની જે જમીનનું સંપાદન થઈ રહ્યું છે તેનાથી સ્થાનિકોને વાંધો છે.ડાંગ જિલ્લો એ આદિવાસી વિસ્તાર ધરાવે છે અને પાંચમી અનુસૂચિ માં સમાવિષ્ટ છે. ત્યારે જમીન સંપાદન મામલે ગ્રામસભામાં પરવાનગી લીધા વિના જ સરકાર દ્વારા જમીન સંપાદનનો નિર્ણય લેવામાં આવેલ છે.જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.ભારત દેશના બંધારણમાં આદિવાસી વિસ્તારો માટે પણ કાયદાઓ બન્યા છે.પરંતુ સરકાર દ્વારા ગ્રામસભાની પરવાનગી લેવામાં આવતી નથી.અને વિકાસના કામ બતાવીને સરકાર દ્વારા આદિવાસી સમાજને વિસ્થાપિત કરવામાં આવે છે.ત્યારે બરડા ફળ્યુથી તો કાગર્યામાળ ગામ નુ (ફળ્યુ) ભેદ અને જારસોળ ગામ અને કરંજડા ગામની જમીનનું સંપાદન ગ્રામસભાની પૂર્વ મંજૂરી વગર જ કરવામાં આવશે તો તેઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.આજરોજ ડાંગ જિલ્લા ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને સુબિર મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી..

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button