વાત્સલ્યમ્ સમાચાર
પ્રિતેશ પટેલ:વાંસદા
દુકાન અને ઘરોમાં ઉડતી ધૂળની ડમરીઓથી લોકોના સ્વાસ્થ્યને જવાંસદા વાંસદા વિસ્તારમાં કોટેજ હોસ્પિટલ રોડથી શરૂ થયેલા રસ્તો નવા ડેપો તરફ જતો રસ્તો અને બ્રહ્મણ ફળિયા વિસ્તારમાં તથા ટાવર તરફ જતા રસ્તાની કામગીરી પ્રથમ તબક્કે પૂરજોશમાં શરૂ થઈ હતી પરંતુ હાલમાં કેટલાક સમયથી રસ્તા પર કપચી અને પાવડર પાથર્યા બાદ આગળની કામગીરી શરૂ નહીં કરતા વાહન ચાલકો કપચીને લઈ હાલાકીનો સામનો કરી રહ્યાં છે. આ રસ્તા પરથી વાહન પસાર થાય ત્યારે ધૂળની ડમરીઓ ઉડતા લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઊભો થયો છે. વાંસદા વિસ્તારમાં ચૂંટણી જાહેર થાય તે પહેલા રસ્તાની કામગીરી પૂરજોશમાં શરૂ તો કરી નાંખ્યું હતું પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ રસ્તા પર કપચી તથા પાઉડર પાથરી દીધી હતી. આ પથરાયેલી કપચીને લઈ વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યાં છે. આ રસ્તા પરથી પસાર થતા વાહનોના લીધે ઉડતી ધૂળની ડમરીના કારણે આ વિસ્તારના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ઊડતી ધૂળને લઈ ઘર અને દુકાનોમાં માટીનો જમાવડો થઈ રહ્યો છે અને લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઉભુ થઇ રહ્યું છે. એક બાજુ કોટેજ હોસ્પિટલ નજીક તો બીજી તરફ રહેણાંક વિસ્તારમાં પણ ધૂળની ડમરીઓ ઊડી રહી છે. આ વિસ્તારમાં અધૂરા છોડેલા રસ્તાનું કામ પૂર્ણ કરી મુશ્કેલી દૂર કરે એવી આ વિસ્તારના લોકોની માંગ છે. { કોટેજ હોસ્પિટલથી શરૂ થયેલો રોડ અધુરો છોડી દેવાયો