GUJARAT
નસવાડી તાલુકાના કુંડા ગામના નોલીયાબારી ફળિયાના લોકો વર્ષો જૂના કુવામાંથી ગંદુ અને દોહરુ પાણી પીવા માટે મજબૂર.

મૂકેશ પરમાર,, નસવાડી
છોટાઉદેપુર જિલ્લામાં ઘણા એવા ગામડાઓ છે.જે પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે.નસવાડી તાલુકાના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આવેલું આ કુંડા ગામનું નોલીયાબારી ફળીયુ છે.આ ફળિયામાં 25 જેટલા ઘરો આવેલા છે અને 200 જેટલા વસ્તી ધરાવતું આ ફળીયુ છે.આ ફળિયામાં પીવાના પાણી માટે સરકાર દ્વારા માત્ર 1 મીની ટાંકી બનાવવામાં આવી છે.પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીના સ્તર નીચા જતા રહે છે. ત્યારે ગામના લોકોને પાણી માટે વલખા મારવા પડે છે.
આ ફળિયાની મહિલાઓ પાણી માટે એક કોતરમાં વર્ષો જૂનો કૂવો આવેલો છે.ત્યાં પાણી ભરવા માટે જવું પડે છે.આ કુવા પાસે વહેલી સવારથી મહિલાઓને લાઈનમાં ઊભા રહેવું પડે છે.ટેકરા પર રહેતા આદિવાસીઓ નીચે કોતરમાં ઉતરે છે. અને પાણી ભરે છે.આ કુવામાં પાણી ગંદુ પાણી હોય છે.પરંતુ ગામના લોકોને પાણીનો બીજો કોઈ સ્ત્રોત છેજ નથી. ડુંગર વિસ્તારમાં લોકોને પાણી માટે એક મુસીબત છે.ઢોર ઢાંકર માટે પણ પાણી અહિયાંથી ભરવું પડે છે.આ કુંડા ગામના નોલિયાબારી ફળિયાથી અંદાજિત 12 કિમી.દૂર જ નર્મદા નદી પસાર થાય છે.આ નર્મદા નદીનું પાણી છેક કચ્છ સૌરાષ્ટ્ર સુધી નર્મદા નદીનું પાણી પહોંચે છે અને નર્મદાના નીરનાં વધામણા કરવામાં આવે છે.પરંતુ જે વિસ્તારમાંથી નર્મદા નદી પસાર થાય છે તે વિસ્તારના લોકો જ પાણીથી વંચિત છે.સરકાર છેવાડાના માનવી સુધી વિકાસની જે વાત કરે છે.મોટા મોટા વિકાસના દાવાઓ કરે છે તે અહીંયા પોકળ સાબિત થાય છે.આ ગામ લોકો પાણી માટે સરકાર પાસે માંગ કરી છે કે વહેલી તકે પાણીની સુવિધા કરવામાં આવે.હવે સરકાર આદિવાસીઓને પાણીની સુવિધા કરવામાં રસ દાખવશે કે નહિ તે તો હવે જોવું રહ્યું,

[wptube id="1252022"]





