
મહેસાણા ખાતે ચુંવાળ ડાંગરવા ના પે સેન્ટર શાળાના શિક્ષકનું સન્માન કરાયુ
વાત્સલ્યમ સમાચાર વિજાપુર
શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ કાર્ય કરનાર શિક્ષકોનું ગુજરાત સરકારના કેબિનેટ પ્રધાન શિક્ષણમંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોર ના હસ્તે મહેસાણા મુકામે વાત્સલ્ય ફાઉન્ડેશનના આયોજન તળે તાજેતરમાં શ્રેષ્ઠ શિક્ષક સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના ચુંવાળ ડાંગરવા પે. સેન્ટર શાળાના આચાર્ય પટેલ વિજયકુમાર શંકરલાલને તેઓની ઉમદા ઉત્કૃષ્ટ કામગીરી અન્વયે સાંસદ શારદાબેન પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવતાં શાળા પરિવાર ગ્રામજનોએ આનંદની લાગણી સાથે ટ્રસ્ટની શિક્ષણ પ્રવૃત્તિઓના સુંદર આયોજન બદલ ફાઉન્ડર ટ્રસ્ટી જોઈતાભાઈ પટેલ તથા સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો
[wptube id="1252022"]





