
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ દ્વારા યુવાઓને પ્રોત્સાહન મળી રહે તે માટે યુવા સંવાદ કાર્યક્રમો કરી યુવાઓને ઉભારી રાજય સરકારના પ્રજા કલ્યાણકારી તથા વિકાસલક્ષી કાર્યક્રમો લોકો સુધી પહોંચાડવાનું અવિસ્મરણીય કામગીરી કરવામાં આવે છે. જે સંદર્ભમાં ભારત સરકાર વર્ષઃ ૨૦૨૩ માં G-20 Summit માટે યજમાન દેશ બનેલ છે. જેમાં પણ આપણા દેશના લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ગુજરાત રાજય ને પ્રાધાન્ય આપવામાં આવેલ છે. તેથી G-20 Summit અંતર્ગત ઘણાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.
જેના ભાગરૂપે આજરોજ ડાંગ જિલ્લાના આહવા તાલુકા મા આઈ ટી આઈ આહવા ખાતે યુથ ૨૦ કાર્યક્રમ યોજાયો જેમાં ૪૦૦ જેટલા યુવાનો એ ઉત્સાહ થી ભાગ લીધો હતો. કાર્યક્રમ મા મુખ્ય વક્તા તરીકે નિવૃત્ત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ના પ્રોફેસર ડો.દીપકભાઈ ભોંયે દ્વારા યુવાનો ને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમા મુખ મેહમાન તરીકે આહવા તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રીમતી કમળાબેન રાઉત ઉપસ્થિત રહ્યા હતા. સાથે આઈ ટી આઈ ના ફોરમેન જીગ્નેશભાઈ પટેલ, સામાજિક કાર્યકર્તા હીરાભાઈ રાઉત, જિલ્લા સંયોજક નકુલ જાદવ,ડાંગ જીલ્લા યુવા મોરચા ના મહામંત્રીશ્રી આઝાદભાઈ બઘેલ સહિત તાલુકાના તાલુકા સંયોજક ઉપસ્થિત રહ્યા હતા.