પાવાગઢ દર્શને આવેલા બે ભક્તોને હાલોલ પાવાગઢ બાયપાસ રોડ પર નડ્યો અકસ્માત,એકનું ઘટના સ્થળે મોત
બાઈક નાળામાં ખાબકતા સર્જાયો અકસ્માત

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૦.૨.૨૦૨૪
યાત્રાધામ પાવાગઢ ખાતેથી માતાજીના દર્શન કરી ઘરે પરત ફરી રહેલા વડોદરાનાં માંજલપુર ના બાઈક સવારને હાલોલ પાવાગઢ બાયપાસ રોડ પર અકસ્માત નડ્યો હતો.જેમાં એક નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.જયારે અન્ય એક ને ગંભીર ઈજાઓ થતા પ્રાથમિક સારવાર હાલોલ સરકારી દવાખાને આપી વધુ સારવાર અર્થે તાત્કાલિક વડોદરા રીફર કરવામાં આવ્યો હતો.બનાવ અંગે હાલોલ પોલીસે અકસ્માત ગુનો નોંધી તપાસ હાથધરી છે.પ્રાપ્ત માહીતી મુજબ ઇન્દુ ફ્લેટ માંજલપુર વડોદરા ખાતે રહેતા મુકેશભાઈ સૂર્યકાન્ત વ્યાસ અને અનિલભાઈ પાંડુરાજ ઠાકોર બાઈક પર યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરવા ગયા હતા, દર્શન કરી ઘરે પરત ફરતા સમયે હાલોલ પાવાગઢ વડોદરા બાયપાસ રોડ પર વળાંકમાં બાઈક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બાઈક રોડ ની બાજુમાં આવેલ ખાડામાં ખાબકી હતી. જેને લઇ સર્જાયેલ અકસ્માત માં મુકેશભાઈ વ્યાસ ને માથાના તથા શરીર પર ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જયારે બાઈક પર અન્ય સવાર અનિલભાઈ ઠાકોર ને પણ ભારે ઈજાઓ થઇ હતી. અકસ્માત સર્જાતા રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બનાવની જાણ હાલોલ ટાઉન પોલીસ ને થતા ઘટના સ્થળે પોહચી હતી.રાહદારી દ્વવારા 108 એમ્બ્યુલન્સ ને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવી બંને ઇજાગ્રસ્તને હાલોલ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે મુકેશભાઈ વ્યાસ ને મૃત જાહેર કર્યો હતો.જયારે અનિલભાઈ ઠાકોર ને વધુ ઈજાઓ થતા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે મુકેશભાઈ અને અનિલભાઈ ના પરિવાર ને જાણ કરતા તેઓ હાલોલ રેફરલ ખાતે દોડી આવ્યા હતા.પોલીસે અકસ્માત નો ગુનો નોંધી મૃતક મુકેશભાઈ નું હાલોલ સરકારી દવાખાનામાં પીએમ કરાવી તેમના પરિવાર ને સોંપ્યો હતો.










