GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: પડધરી તાલુકાના તરઘડી ગામે ગ્રામજનોનો મતદાન માટે અનેરો ઉત્સાહ

તા.૬/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત ૬૬-ટંકારા વિધાનસભા મતિસ્તારમાં સમાવિષ્ટ પડધરી તાલુકાના તરઘડી ગામની શ્રી તરઘરી તાલુકા શાળાના બુથ નંબર ૨૫૯, ૨૬૦ અને ૨૬૧માં ગ્રામજનોનો બહોળો પ્રતિસાદ મળતા સવારના દસ વાગ્યા સુધીમાં નોંધનીય પ્રમાણમાં મતદાન નોંધાયું છે.


જેમાં દિવ્યાંગ, યુવા મતદાર અને પરિવાર સાથે ગામના લોકો દેશ માટે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. અને લોકો જણાવી રહ્યા છે કે “મતદાન અવશ્ય કરવું જોઈએ.દેશ માટે પોતાની ફરજ નિભાવવી જરૂરી છે. અમે પણ મત આપીને લોકશાહીના મહાપર્વમાં ભાગ લીધો છે. અને મત આપી હર્ષની લાગણી અનુભવીએ છીએ”. ગામની મહિલાઓએ ઘરના સઘળા કામ છોડી મત આપવા માટે પોતાની તત્પરતા દર્શાવી હતી.


[wptube id="1252022"]








