HALOLPANCHMAHAL

પંચમહાલ:પાવાગઢ ખાતે માઈભક્તનુ મળેલુ પાકીટ એસટી કડંકટરે પરત કર્યુ

તા.૫.એપ્રિલ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ 

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શને આવેલા અમદાવાદના માઇ ભક્તનું સોનાના દાગીના રોકડ રકમ તેમજ મોબાઈલ સહીતનું પાકીટ એસ.ટી.બસ ના કંડકરને મળતા તે પાકીટ મૂળ માલિકની ખાતરી કરી પરત કર્યું હતુ.ચૈત્રી નવરાત્રી પર્વને લઇ યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર બિરાજમાન જગતજનની માં શ્રી કાલિકા માતાજીના ભક્તો મોટી સંખ્યા માં ઉમટી પડે છે તે ને લઇ યાત્રિકો નું સુરક્ષા સલામતી અને સગવડતા માટે વહીવટી તંત્ર દ્વારા સુચારુ આયોજન કરવામાં આવે છે. એસ.ટી.નિગમ દ્વારા પાવાગઢ તળેટી થી ડુંગર માંચી સુધી યાત્રિકો માટે એસ.ટી.બસ અવિતર દોડાવામાં આવે છે. જેમાં બસ ચાલકો પણ પોતાની નિષ્ઠા પૂર્વક ફરજ બજાવે છે જેમાં 2 જી એપ્રિલના રોજ અમદાવાદ થી પાવાગઢ દર્શન કરવા ધનલક્ષ્મીબેન આવ્યા હતા. તેમનું પાકીટ એસ.ટી.બસ માં રહી ગયું હતું. તે પાકીટ ગોધરા એસ.ટી.બસ ના કંડક્ટર યાસીકભાઈ બસીરભાઈ મલેક રહે. સિગ્નાલી તા.લુણાવાડા.જી. મહીસાગર ને મળી આવ્યું હતું.જેને લઈ કંડકટરે પોતાની પ્રામાણિકતા વાપરી પાકીટના મૂળ મલિકને શોધી તે પાકીટ તેમને સહી સલામત રીતે પરત કર્યું હતું.પાકીટમાં 70000/- ની સોનાની ચેન,8000/- રોકડા અને 3000/- નો મોબાઈલ હતું તે તમામ ચીજવસ્તુ બધાની હાજરીમાં પરત કરી પ્રામાણિકતા બતાવી હતી.

[wptube id="1252022"]
Back to top button