DEVBHOOMI DWARKADWARKA
કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષ સ્થાને ભાણવડ તાલુકા આયોજન મંડળની બેઠક મળી

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિકાસના કામો કરવા માટે વિકેન્દ્રિત, વિવેકાધીન યોજના અંતર્ગત પ્રગતિ હેઠળના અને નવા હાથ ધરવામાં આવનાર કામોની સમીક્ષા અર્થે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષ સ્થાને, સભાખંડ, તાલુકા પંચાયત ભાણવડ ખાતે તાલુકા આયોજન મંડળની બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં નાણાકીય વર્ષ ૨૦૨૩ – ૨૦૨૪ માટે સવા કરોડના કામોની સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં ધારાસભ્યશ્રી હેમંતભાઈ ખવા, તાલુકા વિકાસ અધિકારીશ્રી કે.આર.ચુડાસમા, મામલતદારશ્રી પી. એ.ગોહિલ, અગ્રણીશ્રીઓ વી.ડી.મોરી, કે.ડી. કરમુર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
[wptube id="1252022"]