ગાંધીધામ તાલુકાના પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની આગામી ત્રણ વર્ષ માટે સર્વાનુમતે કારોબારીની રચના કરવામાં આવી.

19-જુલાઈ
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
ગાંધીધામ કચ્છ :- પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગાંધીધામ તાલુકાની કારોબારી બેઠક શિવ મંદિર આદિપુર ખાતે યોજાઇ. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી.ત્યાર બાદ શૈક્ષિક મહાસંઘ ગાંધીધામ તાલુકાનાં મહામંત્રી શ્રી રમેશભાઈ પ્રજાપતિ દ્વારા કારોબારી એજન્ડા વિશેની માહિતી આપ્યા બાદ હજી પણ વધુમાં વધુ સભ્યો બનાવવાનું આહ્વાન આપ્યું. ગાંધીધામ તાલુકામાં આ અગાઉ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ તરીકે શ્રી ભરતભાઈ વી. ધરજીયા અને મહામંત્રી તરીકે શ્રી રમેશભાઈ પ્રજાપતિ ફરજ બજાવતા હતા. અને આ બંને મિત્રો એ છેલ્લા દોઢ વર્ષથી ખુબજ સારી કામગીરી કરી અનેક શિક્ષકોના પ્રશ્નો હલ કર્યા છે. અને તેમની આ કામગીરીની કાર્યક્ષમતા જોઈને ગાંધીધામ તાલુકામાં શિક્ષકો અને ગાંધીધામ તાલુકાની પૂરી આર.એસ.એમ.ની ટીમના સદસ્યોએ આ બંને મિત્રોની કામગીરીથી ખુશ થઈને સર્વાનુમતે ગાંધીધામ તાલુકાના રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ તરીકે શ્રી ભરતભાઈ વી. ધરજીયા અને મહામંત્રી તરીકે શ્રી રમેશભાઈ પ્રજાપતિની વરણી ઇલેકશનથી નહી પણ સર્વાનુમતે સિલેકશનથી કરવામાં આવી છે.

તેમજ વરિષ્ઠ ઉપાધ્યક્ષ તરીકે ગોવિંદભાઈ જે. તિવારી, સંગઠન મંત્રી તરીકે પિયુષભાઈ જાદવ, ઉપાધ્યક્ષ તરીકે ચિરાગભાઈ પટેલ, મહિલા ઉપાધ્યક્ષ તરીકે દક્ષાબેન એમ. ભાટી, સહ સંગઠન મંત્રી તરીકે ભરતભાઈ આર. પરમાર, રમેશભાઈ મકવાણા, સહમંત્રી તરીકે ગોરધનસિંહ એમ. પાંડોર, જિજ્ઞાસાબેન પટેલ, કોષાધ્યક્ષ તરીકે કલ્પેશભાઈ મકવાણા, આંતરિક ઓડિટર તરીકે માવજીભાઈ એસ. વાઘેલા, જિલ્લા પ્રતિનિધિ તરીકે જશોદાબેન ડાંગર, ઈશ્વરભાઈ મઢવી, પ્રહલાદભાઈ ગલચર, મહેશભાઈ ડી. વાઘેલા, મહિલા પ્રતિનિધિ તરીકે ઝંખનાબેન પંચાલ, જિંદલબેન વી.પટેલ, તેજલબેન પટેલ, શીતલબેન બાટી, તૃપ્તિબેન એ. પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી.ત્યારબાદ ગાંધીધામ તાલુકાના રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભરતભાઈ ધરજીયા દ્વારા સંગઠન શક્તિ શું છે તેના વિશે જણાવી ગાંધીધામ તાલુકાના શિક્ષકોના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરી શિક્ષકોના પ્રશ્નો હલ કરવાની ખાત્રી આપી હતી.







