KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ:શ્રી સ્વામિનારાયણ મંદિર, નારણપરનો ૬૬ મા પાટોત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરાઈ.

તારીખ ૨૨ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

સનાતન વૈદિક ધર્મમાં અક્ષયતૃતિયા અખાત્રીજનું મહર્ષિઓએ મહાત્મય ખૂબ જ વર્ણવેલું છે. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન જણાવે છે કે આ પવિત્ર દિવસે નિષ્કપટ થઈને ભક્તિભાવ પૂર્વક આરાધ્ય ઈષ્ટદેવનું પૂજન અર્ચન કરનારો સદૈવ સુખ શાંતિ જીવનમાં મેળવી શકે છે.અખાત્રીજ એટલે શ્રી સ્વામિનારાયણ મંદિર, નારણપરનો ૬૬ મા પાટોત્સવ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ, વચનામૃત ગ્રંથની પારાયણ યોજવામાં આવી હતી. આ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા ગુરુરાજ શ્રી મુકતજીવન સ્વામીબાપાએ કરી હતી.આ આધ્યાત્મિક પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના નેતૃત્વ હેઠળ માનવસેવા, પશુસેવા માટે ઘાસચારો, દવા વિતરણ વિવિધ ગૌશાળા માટે તથા પ્રજ્ઞાચક્ષુના સંતાનોના અભ્યાસ માટે લાખો રૂપિયાનું માતબર દાન કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા જ્ઞાનસત્ર – સત્સંગ સત્રનો પ્રારંભ જે લગભગ એક માસ સુઘી ચાલશે.નારણપર નિવાસી શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના ટ્રસ્ટી શ્રી લાલજીભાઈ ભીમજીભાઈ સંઘાણી તેમજ તેમના પુત્ર શ્રી પ્રફુલ્લભાઈ સંઘાણી શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સુખે સુખિયા થયા તે માટે પણ વચનામૃત તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં કચ્છ પ્રદેશ ધર્મના વાતાવરણમાં લહેરાઈ રહ્યો છે.વધુમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે દિવ્ય આશીર્વાદમાં જણાવ્યું હતું કે ભારત રાષ્ટ્ર માટે તન મન ધનથી કુરબાની કરવાની હાકલ કરી હતી. કેમ કે સૈનિકો જે રાત દિવસ રાષ્ટ્રની સેવા માટે ખડે પગે ઉભા રહે છે જેને લીધે આપણે સુખ ચેનથી રહી શકીએ છીએ.આ મહોત્સવમાં દેશ વિદેશના હરિભક્તોએ મોટા પ્રમાણમાં પરમ ઉલ્લાસભેર લાભ લીધો હતો.

[wptube id="1252022"]
Back to top button