બબ્બે પ્રવૃત્તિઓમાં મેડલ અને સર્ટિફિકેટ મેળવતો ગોધરા નો શ્વેત રાકેશકુમાર શાહ

તારીખ ૦૭/૦૪/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
શિક્ષણ એ તો અનિવાર્ય છે જ સાથે સાથે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય અને બાળક ઈતર પ્રવૃત્તિઓમાં પણ આગળ વધે તો જ તેનો સર્વાંગી વિકાસ થઈ શકે ત્યારે ગોધરાના અરિહંત દર્શન સોસાયટીમાં રહેતો નાનકડો એટલે કે માત્ર પાંચ વર્ષની વયનો બાળક શ્વેત રાકેશકુમાર શાહ કે જે હજુ માત્ર સિનિયર કેજી માં અભ્યાસ કરે છે તેણે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન અને નેશનલ ફ્લેગ કોમ્પિટિશન સ્પર્ધામાં ભાગ લઈ સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ ગોધરાની ‘ડિવાઇન’ સ્કૂલમાં તમામ બાળકોમાં નોંધપાત્ર દેખાવ કરી બે સર્ટીફીકેટ અને બે મેડલ મેળવ્યા છે. બાળકમાં રહેલી ગજબશક્તિથી આસપાસના રહીશો ખૂબ જ ખુશ થઈ ગયા છે અત્રે ઉલ્લેખનીય છે કે શ્વેતના મમ્મી હીમા મેડમ,તેના પિતા રાકેકુમાર તથા શાળાના તમામ શિક્ષકોના માર્ગદર્શનથી જ આ પરિણામ દેખાઈ રહ્યું છે.ચિ.શ્વેતને શિક્ષકો પ્રિન્સિપાલઓ, અધ્યાપકઓ અને અરિહંત દર્શન સોસાયટીના રહીશો વતી ખૂબ જ અભિનંદન મળી રહ્યા છે.










