
1 સપ્ટેમ્બર
પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
આજરોજ તારીખ ૦૧/૦૯/૨૦૨૩ ને શુક્રવાર ના રોજ થરાદ ની આનંદ નગર પ્રાથમિક શાળામાં લોકલાડીલા સાંસદ શ્રી પરબતભાઇ પટેલ ના ૭૫મા જન્મદિવસ ની ઉજવણી અમ્રુત મહોત્સવ પ્રસંગે દાતાશ્રી (૧. ડો. શ્રી કરસનભાઇ પટેલ કૃષ્ણા હોસ્પિટલ,(૨. ડો. શ્રી રિતેષભાઈ પ્રજાપતી (૩. શ્રી નંદુભાઈ મહેશ્વરી,(૪.નરસિંહભાઈ ચૌધરી મિતુલ ગેસ એજન્સી,(પ.શ્રી કિશનભાઈ પ્રજાપતી,(૬. જૈમિન પ્રજાપતી (૭.કલ્પેશ પુરોહીત (૮. એન.ડી.સોની તરફથી શાળાના ૮૫૦ બાળકોને મીઠાઇ,પૂરી,શાક,દાળ,ભાત,પાપડ સાથે પ્રીતિભોજન આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં બનાસબેંકના ડિરેક્ટર શ્રી શલેષભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ શ્રી અજયભાઈ ઓઝા,પૂર્વ ન.પા.પ્રમુખ શ્રી દીપકભાઈ ઓઝા,શ્રી સી.એસ.ત્રિવેદી,ડો. જગદીશભાઇ પટેલ તથા મણીબેન પટેલ તથા દીપિકાબેન પટેલ વગેરે સામાજિક તથા રાજકીય આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, શ્રી એમ.કે. મણવર આચાર્ય શ્રી આનંદનગર પ્રા.શાળા તથા સ્ટાફ મિત્રોએ મહેમાનોનું શાબ્દિક તથા શાલ ઓઢાડી સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું વધુમાં આનંદનગર શાળાએ માન સાંસદ શ્રી ને ભગવાન ધરણીધરનો ફોટો અર્પણ કરી તેમના દીર્ઘાયુ તથા તંદુરસ્તીની ની પ્રાર્થના કરી હતી . આજ રોજ શાળાના આચાર્ય શ્રી એમ.કે. મણવર ને H TAT આચાર્ય તરીકે ૧૧ વર્ષ પૂર્ણ થતાં તેમનું બનાસબેંકના ડિરેક્ટર શ્રી શૈલેષભાઈ પટેલ અને મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય શ્રી એમ.કે.મણવરે આયોજકોનું સ્વાગત તથા સન્માન કરી આ કાર્યક્રમ માટે શાળાને પસંદ કરવા બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.