
તા.૪.જૂન
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ પંથકમાં રવિવારે સવારના સમયે નવ વાગ્યાની આસપાસ અચાનક કાળા ડિબાગ વાદળોની ફોજ આવી ચઢી હતી.અને ભારે સુસવાટા સાથે વાવાઝોડું શરૂ થયું હતું.આજે પણ એક સપ્તાહ પહેલા આવેલ વાવાઝોડાની યાદ કરાવ્યુ હતું.ત્યારબાદ ભારે વરસાદ પણ શરૂ થયો હતો. અચાનક વાવાઝોડા સાથે વરસાદ થતાં સવારના સમયે બજારોમાં ખરીદી કરનારા લોકોમાં નાસ ભાગ મચી જવા પામી હતી.એક સમયે લોકો સ્તબ્ધ થઈ ગયા હતા અને સુરક્ષિત જગ્યા ઉપર ખસી ગયા હતા. જોકે આજે થોડો સમય વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી પરંતુ વરસાદ બંધ થતાં બપોરના સમયે નગરજનોને ગરમીથી ભારે ઉકળાટનો સામનો કરવો પડ્યો હતો.અડધો પોણો કલાક જેટલો વરસાદ થતાં નગરના અમુક ભાગોમાં સામાન્ય પાણી ભરાયા હતા.જેને લઈ પ્રિમોન્સુમ કામગીરી ને યાદ કરાવી હતી. જોકે વરસાદ બંધ થતા પાણી ઉતરી ગયા હતા.
[wptube id="1252022"]