પંચમહાલ જિલ્લા ની મજૂર અદાલત ગોધરા માં યોજાયેલ લોક અદાલત માં ૭૯ કેશોમાં થયેલ સમાધાન.
તારીખ ૧૪ મે
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લા લેબરોજ પ્રેક્ટિસ નર્સ એસોસિએશન ના પ્રમુખ એ.એસ ભોઈ અખબાર યાદીમાં જણાવે છે કે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી ન્યુ દિલ્હીના આદેશ અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ના સૂચન અનુસાર તારીખ ૧૩/૫/૨૩ ના રોજ યોજાયેલ લોક અદાલતમાં ન્યાયાધીશ શ્રી હિતેશકુમાર એ મકા સાહેબની સીધી દેખરેખ હેઠળ ૭૯ કેસો મૂકવામાં જેમાં ૬૧ જેટલા સિવિલ કેશો તથા ૧૮ જેટલા ક્રિમિનલ કેસો નો સમાવેશ કરવામાં આવેલ જે પૈકી સિવિલ કેસમાં રૂપિયા૬૬ લાખ ૧૪ હજાર ૩૦૩ રૂપિયા નુ ચુકવણું તથા ક્રિમિનલ કેસમાં રૂપિયા ૯૦ ૦૦૦ હજાર દંડ વસૂલ કરાયો છે તદઉપરાંત ત્રણ જેટલા કામદારોને નોકરીમાં પુનઃસ્થાપિત કરવામાં આવેલા છે આ લોક અદાલતને સફળ બનાવવા માટે એસોસિએશનના તમામ સભ્યો તેમજ વકીલ મિત્રો તથા સ્ટાફ મિત્રો દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી લોક અદાલત સફળ બનાવી છે એ બદલ બારના ઉપપ્રમુખ શીતેષ ભોઈ તમામ મિત્રોનો ખુબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે.









