ARAVALLIMALPUR

અરવલ્લી : માલપુર દાતા ટીમ્બા શાળાની હાલત દયનીય, ધોરણ 1 થી 5 ની શાળામાં માત્ર એકજ વર્ગ ખંડ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : માલપુર દાતા ટીમ્બા શાળાની હાલત દયનીય, ધોરણ 1 થી 5 ની શાળામાં માત્ર એકજ વર્ગ ખંડ

અરવલ્લી જિલ્લામાં તેમજ સમગ્ર ગુજરાતમા જાણે શિક્ષણ ની હાલત કફોડી બની હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે એક નવીન શિક્ષણ નીતિ સામે અનેક પડકારો આવી રહ્યાં છે તો વરી શાળાની હાલત જોતો વિધાર્થીનું ભાવિ અંધકારમય બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે

વાત છે અરવલ્લી જિલ્લામાં આવેલ માલપુર તાલુકાની દાતા ટીમ્બા ગામની પ્રાથમિક શાળા ની જ્યાં ધોરણ 1 થી 5 ની શાળા છે જેમાં હાલ સાહીઠ જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે પરંતુ ગામના જાગૃત નાગરિક ના જણાવયા અનુસાર શાળાના જુના ઓરડાઓ પાડી નાંખે ત્રણ વર્ષ જેટલો સમય વીતવા આવ્યો છે અને શાળામાં હાલ માત્ર એકજ વર્ગ ખંડ છે જેના કારણે ચોમાસની ઋતુમાં વિધાર્થીઓ ને ક્યાં બેસી અભ્યાસ કરાવો તે પ્રશ્ન ઉભો છે, આ બાબતે પહેલા પણ તાલુકા TPO તેમજ TKN સહીત અનેક લોકો એ શાળાની મુલાકાત લઇ ચુક્યા છે પરંતુ આ બાબતે હજુ સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી અને આજે પણ શાળાની દયનીય હાલત જોવા મળી રહી ત્યારે સવાલ એજ છે કે કે શાળાના હજુ વર્ગ ખંડો બનતા નથી ત્યારે હાલ તો શાળાના વિધાર્થીઓ રહેઠાણના મકાનમાં બેસી અભ્યાસ કરવા મજબુર બન્યા છે ધોરણ 1 થી 3 શાળાના એક વર્ગ ખંડમાં બેસી અભ્યાસ કરવા મજબુર છે અને શાળામાં હાલ 60 જેટલા વિધાર્થીઓ અભ્યાંસ કરી રહ્યાં છે

ચોમાસુ આવ્યું છતાં હજુ શાળામાં વિધાર્થીઓ વર્ગ ખંડ થી વંચિત છે અને ભીનામાં ક્યાં બેસવું એ પણ સવાલ છે ત્યારે આ બાબતે શાળાના ઓરડાઓ કેમ નથી બનતા એ સવાલ ઉભો છે હાલત વિધાર્થીઓને ભણવું છે પણ વર્ગ ખંડ નથી તો પછી ક્યાંથી ભણશે વિધાર્થીઓ ત્યારે આ બાબતે તંત્ર ઝડપથી વર્ગ ખંડ બનાવે તેવી માંગ સેવાઈ રહી છે

[wptube id="1252022"]
Back to top button