AHAVADANG

ડાંગ:આહવા ગ્રંથાલય ખાતે વિશ્વ પુસ્તક અને કોપી રાઇટ દિવસની ઉજવણી તા.24 મીએ કરાશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

આઝાદીના અમુત મહોત્સવ પર્વની ઉજવણીના ભાગરૂપે તા.23 એપ્રિલના રોજ સરકારી જિલ્લા પુસ્તકાલય આહવા દ્વારા વિશ્વ પુસ્તક અને કોપી રાઇટ દિવસની ઉજવણી કરાશે.
ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓના શાળા વેકેશન દરમિયાન ગ્રંથાલયમા આવે, અને ગ્રંથાલયની પ્રવૃતિઓમાં ભાગ લે તે માટેના પ્રયાસરૂપે, તથા વિદ્યાર્થીઓ પુસ્તકોથી માહિતગાર થાય તે હેતુથી સરકારી જિલ્લા પુસ્તકાલય આહવા દ્વારા ‘ચાલો ગ્રંથાલયમા’ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યું છે.

આ કાર્યક્રમમા ભાગ લેવા તેમજ ગ્રંથાલયના પુસ્તકોથી બાળકો પરીચીત થાય તે માટે આહવા, સુબીર અને વધઇના બાળકો વેકેશન દરમિયાન આ પુસ્તકાલયનો વધુમા વધુ લાભ લે, તેમ ડાંગ જિલ્લા ગ્રંથાલય દ્વારા અખબારી યાદીમાં જણાવ્યુ છે.

[wptube id="1252022"]
Back to top button