સ્માર્ટ ઇલેક્ટ્રીક મીટર લગાવવાની કામગીરી તાત્કાલિક બંધ રાખવાની માંગ સાથે કાલોલ બ્રહ્મ સમાજ દ્વારા રજૂઆત.

તારીખ ૨૪/૦૫/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ કાલોલ મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં કાલોલ તાલુકા સમસ્ત બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ દ્વારા સ્માર્ટ વિજ મીટરને લઇને પોતાનો વિરોધ નોંધાવી ઉર્જામંત્રી ને સંબોધીને મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં સમસ્ત બ્રાહ્મણ સમાજના આગેવાનો પોહચી મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે ત્યારે વિરોધ કરતા કાલોલ તાલુકા સમસ્ત બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ દ્વારા આપેલ આવેદનપત્રમાં જણાવે છે કે,હાલ કેન્દ્ર સરકારના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સરકાર દ્વારા ખાનગી કંપની દ્વારા ઉત્પાદિત ખામીયુક્ત સ્માર્ટ ઇલેક્ટ્રીક મીટરો સરકારશ્રીએ આપેલા કોન્ટ્રાક્ટ દ્વારા ગુજરાતમાં જુના મીટરના સ્થાને સદર નવા ઇલેક્ટ્રીક સ્માર્ટ મીટર નાખવાની કામગીરી ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં સદર ઇન્સ્ટોલેશનના કામગીરી જૂના મીટર ના સ્થાને નવા સ્માર્ટ મીટર નાખવાથી કામગીરી ચાલી રહી છે અને આ મીટર વીજ ગ્રાહકોને ત્યાં ઇન્સ્ટોલ કર્યા બાદ વીજ ગ્રાહકોને જૂના મીટરના વીજ બીલો કરતા ત્રણ થી ચાર ગણા વધારે વીજ બીલો આવવાની ફરિયાદ વીજ ગ્રાહકો દ્વારા કરવામા આવેલ છે. જેને કારણે વીજ ગ્રાહકોમાં રોષ ભભૂકી ઉઠેલ છે ત્યારે સદર કામગીરી સત્વરે બંધ કરવા પ્રજાની લાગણી અને માગણી છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યના દરેક વિદ્યુત વપરાશ કરતા નાગરિકને વારંવાર નુકસાન કરતો અને દરેક નાગરિકને સ્પર્શતો પ્રશ્ન હોય આ વીજ મીટર દ્વારા આ ખાનગી કંપનીઓના નાણાકીય શોષણ માંથી બચાવવા સમગ્ર ગુજરાત રાજ્યની આમ પ્રજાજનો વતી અમારું નિવેદન છે કે સદર સ્માર્ટ વિજ મીટર ના ખાનગી કંપનીઓના શોષણ માંથી બચાવી આ સ્માર્ટ મીટર દ્વારા આવતા તોતિંગ બિલોથી ગુજરાતની આમ જનતાને બચાવવા માટે તેમના જુના મિટરો લગાવી જૂની પદ્ધતિથી વીજ વિતરણ કરવા અમારી આગ્રહ ભરી વિનંતી સાથે સરકાર દ્વારા તાત્કાલીક ગુજરાતની સમગ્ર જનતાને ખાનગી સ્માર્ટ મિટરોની ચુંગાલમાંથી છોડાવવા માટે આગ્રહ ભરી વિનંતી સાથે ઉર્જામંત્રી ને સંબોધીને કાલોલ મામલતદાર ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.










