
સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પ નું આયોજન કરાશે
શ્રી સમસ્ત બ્રહ્મસમાજ મોરબી પ્રમુખ પ્રશાંતભાઇ મહેતા અને મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમુલભાઈ જોષી ની યાદી જણાવે છે કે આગામી સમય માં આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પ નું આયોજન કરવામાં આવશે મોરબી તથા આસપાસના વિસ્તારોમાં વસતા ભૂદેવો ને જણાવવાનું કે તા. ૨૫-૦૬-૨૦૨૩ થી તા. ૨૦-૦૭-૨૦૨૩ સુધી જણાવેલ સ્થળે પોતાના ડોક્યુમેન્ટ જમા કરાવવા. રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

ડોક્યુમેન્ટ પાછળ જે તે વ્યકતિ નું નામ,૨ અલગ અલગ મોબાઈલ નંબર તથા સરનામું ફરજિયાત લખવું.
ડોક્યુમેન્ટ ઝેરોક્ષ કોપી ની વિગતો તાજેતર નો મામલતદારનો આવકનો દાખલો (૪ લાખથી ઓછી આવકનો) રેશન કાર્ડ રેશન કાર્ડમાં નામ ધરાવતા તમામ વ્યક્તિના આધારકાર્ડ
ડોક્યુમેન્ટ જમા કરાવવા માટેના સ્થળો
સાર્થક વિદ્યામંદિર, કેસર બાગ પાસે,મોરબી – 2 (સમય સાંજે ૪ થી ૬ કલાકે મો. ૭૦૧૬૩૬૩૩૫૦)
લાભ અસોસીએટ્સ,ઓમ શોપિંગ સેન્ટર રવાપર મેઈન રોડ,મોરબી (સમય સાંજે ૪ થી ૬ કલાકે મો. ૯૪૨૯૪૮૪૪૪૦
સિટી વિઝન ઓફીસ, HDFC Bank ની બાજુમાં,રવાપર રોડ,મોરબી(સમય સાંજે ૪ થી ૬ કલાકે, મો. ૯૮૨૪૨૫૩૦૩૭)
ત્રિલોકધામ મંદિર,નવલખી રોડ,મોરબી(સમય સાંજે ૪ થી ૬ કલાકે,મો. ૯૭૨૭૭૧૬૧૭૭)
કેમ્પ ની તારીખ ડોક્યુમેન્ટ જમા કરાવનારને ફોનથી જણાવવામાં આવશે









