KALOL(Panchamahal)PANCHMAHAL

ફતેપુરા ના મામલતદાર દ્વારા હાઇકોર્ટ સમક્ષ કામદાર વિરુદ્ધ દાખલ કરેલ એસ સી એ અને એલ પી એ રદ થતાં અરજદારના પરિવારમાં ખુશી

તારીખ ૨૦/૦૫/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલ મામલતદાર અને કચેરીમાં તારીખ ૧/૧/૨૦૦૦ થી ડ્રાઇવર કમ પ્યુન તરીકે ફરજ બજાવતા નાગુજી રિઝવાન અબ્દુલ મજીદ ને પુરા આઠ કલાકની કામગીરી કરાવી સામાન્ય વેતન રૂપિયા ૧૩૫૦ ચુકવતા હતા અને લઘુતમ વેતન ધારા નો ભંગ કરતા હતા અરજદારે પગાર વધારા અંગે સરકારશ્રીના તારીખ૧૭/૧૦/૮૮ પરિપત્ર મુજબ પગાર લાભો મેળવવાની માંગણી કરતા તે બાબતની કિન્નાખોરી રાખી અયોગ્ય મજૂર પ્રથા નું આચરણ કરી મામલતદાર કચેરી દ્વારા તેઓને નોકરી માંથી તારીખ૧૬/૭/૨૦૦૫ ના રોજ ગેરકાયદેસરથી છુટા કરી દેતા અરજદારે ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ.એસ ભોઈ સંપર્ક કરી મજૂર અદાલ દાહોદ સમક્ષ ઔદ્યોગિક વિવાદ ધારાની કલમ ૧૦(૧) હેઠળ પડેલા દિવસોના પગાર સાથે મૂળ જગ્યાએ પુનઃ સ્થાપિત કરવાનો કેસ દાખલ કરે જે કેસ ચાલી જતા અરજદાર તરફે એ એસ ભોઈ એ કેસમાં પડેલા પુરાવા આધારિત લંબાણપૂર્વક દલીલો કરતા મજુર અદાલત દાહોદ દ્વારા અરજદાર તરફે તારીખ ૧૬/૧૨/૧૪ ના રોજ હુકમ કરવા છતાં અરજદારને કામ પર લેવામાં આવેલ ન હતો પરંતુ લાંબા સમય પછી મામલતદાર ફતેપુરા દ્વારા હુકમ પડકારવા નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એસ સી એ નંબર ૫૨૪૦/૧૯ દાખલ કરવામાં આવેલ જે અરજી ચાલી જતા અદાલત દ્વારા સરકારની અરજી તારીખ ૪/૪/૧૯ ના રોજ ડિસમિસ કરવામાં આવતા તે અરજી પડકારવા ફરી હાઇકોર્ટ સમક્ષ મામલતદાર ફતેપુરા દ્વારા એલપીએ અરજી નંબર ૩૬૭/૨૪ દાખલ કરેલ આ બંને અરજીઓના કામે હાઇકોર્ટના એડવોકેટ દિપક કાર દવે હાજર રહી દલીલો કરતા સરકારશ્રીની એલ પી એ તારીખ ૮/૪/૨૪ ના રોજ ડિસમિસ કરવામાં આવેલ દાહોદ મજુર અદાલતનો હુકમ યથાવત રહેલ આ અરસા દરમિયાન મૂળ અરજદાર નાગુજી રિઝવાન નું તારીખ ૪/૧૨/૧૯ ના રોજ અકાળે આકસ્મિક અવસાન થતા અરજદારના વારસ પત્ની સિફાઓનીશા પક્ષકાર તરીકે જોડાયેલા હતા જેને લઇ આ હુકમનો લાભ ગુજરનાર ના પરિવારને૧૮ વર્ષે ન્યાય મળ્યો છે અરજદારની નોકરી સમયગાળો સળંગ ગણાતા ગુજરનારના વારસપત્નીને સરકારશ્રીના તારીખ ૧૭/૧૦/૮૮ ના પરિપત્ર નો લાભ તથા ફેમિલી પેન્શન નો લાભ પણ મળવા પાત્ર થશે આમ ૧૮ વર્ષ પછી લાભ મળતા ગુજરનાર ના પરિવારમાં આનંદની લાગણી પ્રવૃત્તિ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button