કાલોલ તાલુકાના ત્રણ ગામના ખેડૂતો દ્વારા દિલ્હી મુંબઈ હાઈવે પર બનાવાતી દીવાલ મુદ્દે આવેદન

તારીખ ૮ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના બાકરોલ, નેવરિયા,રતનપુરા ગામના સરપંચ અને ઉપસરપંચ તથા ખેડૂતો દ્વારા કાલોલ પોલીસ મથકે લેખીત રજુઆત કરી જણાવેલ કે દિલ્હી મુંબઈ હાઈવે ઉપર સંપાદન કરેલ જમીન ઉપર પટેલ કંપની દ્વારા કમ્પાઉન્ડ વોલ બનાવવાનુ કામ શરૂ કર્યું છે જેથી એક ખેતરમાંથી બીજા ખેતરમા જવાનો કાયદેસર નો કોઇ રસ્તો ન હોઈ મુશ્કેલ બની ગયુ છે. કમ્પાઉન્ડ વોલ બનવાથી ખેડૂતો નાં રસ્તા નું શુ તેનો કોઈ યોગ્ય જવાબ મળતો નથી ગ્રામજનોની ન્યાયી રજુઆત ને પટેલ કંપની દ્વારા ધમકીઓ આપી દાદાગીરી કરવામાં આવે છે અને પોલીસ મા અરજી આપી ખેડૂતો અને ગ્રામજનોને દબાવી દેવાની કોશિશ ચાલી રહી છે ખેડૂતો દ્વારા આ બાબતે હાઈવે ઓથોરિટી ને તથા જીલ્લા કલેક્ટર કચેરી અને જમીન સંપાદન અધિકારી ને પણ જાણ કરી છે અને ખેડૂતોને રોડ ની બન્ને બાજુ સર્વિસ રોડ બનાવી આપવા માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે કાતોલ ગામની રાત્રી સભા દરમ્યાન પણ ગ્રામજનોએ દિલ્હી મુંબઈ હાઈવે ઉપર નાં કમ્પાઉન્ડ વોલ બાબતે પ્રશ્ન ઉઠાવ્યો હતો ત્યારે ઘટતા પગલાની ખાતરી આપવામા આવી હતી.










