
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સોનગીર ફાટક પાસે સાપુતારા પોલીસ મથકનાં પોલીસ કર્મીની સ્વીફ્ટ કાર પલ્ટીને ખુરદો થઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો…
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ સાપુતારા પોલીસ મથકનો પોલીસ કોન્સ્ટેબલ સુનિલભાઈ લક્ષુભાઈ ગોંડ પોતાની ખાનગી સ્વીફ્ટ ડિઝાઈર કાર.ન.જી.જે.30.ટી.1515 લઈને આહવા જઈ રહ્યો હતો.તે દરમ્યાન શામગહાનથી આહવાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સોનગીર ફાટક પાસેનાં વળાંકમાં તેઓએ અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ સ્વીફ્ટ મારુતિ કાર માર્ગની સાઈડમાં લગાવેલ સિમેન્ટનાં ડિવાઈડરને તોડી ઝાડ સાથે ભટકાઈને પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં સ્વીફ્ટ ડિઝાઈર કારનો ખુરદો બોલાઈ જવા પામ્યો હતો.અહી પોલીસ કર્મી સુનિલભાઈ ગોંડને શરીરનાં ભાગે ગંભીર ઈજાઓ પોહચતા તેને તાત્કાલિક સારવારનાં અર્થે નજીકની સિવિલ હોસ્પિટલ આહવા ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.આ બનાવ બાબતે આહવા પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તજવીજ હાથ ધરી હતી..