KALOL(Panchamahal)PANCHMAHAL
એમજીએસ હાઇસ્કુલ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિન નિમિત્તે લોકવિજ્ઞાન કેન્દ્ર ગોધરાના માર્ગદર્શન હેઠળ વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું

તારીખ ૧ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સ્થિત ધી એમ જી એસ હાઇસ્કુલ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે લોકવિજ્ઞાન કેન્દ્ર ગોધરાના માર્ગદર્શન હેઠળ વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ “વિજ્ઞાન”વિષય પર પોતાના મંતવ્ય જણાવ્યા અને વિજ્ઞાન થી થતા ફાયદા તેમજ ગેરફાયદા જણાવ્યા.અહીં આ સ્પર્ધામાં કુલ છ થી આઠ ધોરણના અંદાજે ૩૦ જેટલા બાળકોએ ભાગ લીધો અને તેમના ત્રણ વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન હાઇસ્કુલના વિજ્ઞાન શિક્ષક ઉપેન્દ્રસિંહ સોલંકી અને જયેશ સિંધવ દ્વારા આજનો આ દિવસ વિજ્ઞાન દિવસ તરીકે કેમ ઉજવાય છે તેની સંપૂર્ણ માહિતી આપી અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
[wptube id="1252022"]