ગુજરાતના સ્થાપના દિવસ અંતર્ગત કાલોલ શ્રી ભગીની સેવા મંડળ દ્વારા “સાડીવોક” કાર્યક્રમનું આયોજન.

તારીખ ૨ મે
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાતના સ્થાપના દિવસ અંતર્ગત શ્રી ભગીની સેવા મંડળ, કાલોલ દ્વારા “સાડીવોક” કાર્યક્રમનું આયોજન મંડળ ના કોમ્યુનિટી હોલ માં કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ના મુખ્ય અધ્યક્ષસ્થાન પર કાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર ઉપસ્થિત રહી નારી ને મુંઝવતા પ્રશ્નો સ્વરક્ષણ અને જાગૃતિ,નારી સશક્તિકરણ અંતર્ગત બહેનોને સરળ શબ્દોમાં પોતાના વક્તવ્યમાં સમજાવવામાં આવ્યુ હતું જેમાં ભગિની સેવા મંડળની તમામ સભ્ય બહેનો વિશાળ સંખ્યામાં સાડી પહેરી હાજર રહી કાર્યક્રમ સફળ બનાવવામાં સાથ આપ્યો હતો,ત્યારબાદ સાડી વોક કાર્યક્રમને કાલોલ ચીફ ઓફિસર હિરલબેન ઠાકર દ્વારા સાડી વોક ને સૂત્રોચાર દ્વારા સલામી આપી કોમ્યુનિટી હોલ થી નગરપાલિકા ફરી મેન બજાર થઈ સાડીવોક કોમ્યુનિટી હોલમાં પરત આવી. જેમાં વિશાળ સંખ્યામાં બહેનોની ઉપસ્થિતિ માં બેસ્ટ સાડી હરીફાઈ યોજાઈ જેમાં પ્રથમ વિજેતા ગીતાબેન મુકેશભાઈ અગ્રવાલ બીજા વિજેતા મોનલબેન આશિષભાઈ જોશી અને ત્રીજા વિજેતા રેખાબેન જીતેન્દ્રભાઈ પરીખ જાહેર કરવામાં આવ્યું. આ ત્રણેય વિજેતાને પુષ્પગુચ્છ થી અભિનંદન પાઠવ્યા હવે પછીના કાર્યક્રમમાં વિજેતા ને ઇનામ આપવામાં આવશે શ્રી ભગિની સેવા મંડળ ધ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ બહેનો નો આભાર માની વિદાય લીધી હતી.










